'પદ્માવતી'ની રિલીઝ પર ગ્રહણ, સેન્સર બોર્ડે ફિલ્મ પરત મોકલી

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' 1 ડિસેમ્બરના રોજ રિલીઝ નહીં થઇ શકે. સૂત્રો અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સેન્સર બોર્ડ) દ્વારા ટેક્નિકલ કારણોસર આ ફિલ્મ મેકર્સને પરત મોકલાવી છે. સૂત્રોએ જણાવ્યું કે, હવે આ ફિલ્મ જ્યારે ફરીથી સેન્સર બોર્ડ પાસે જશે ત્યારે ફરી એકવાર નિયમો અનુસાર તેનો રિવ્યુ કરવામાં આવશે. હવે આ ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની સંભાવના છે. ફિલ્મના નિર્માતાઓ તરફથી સેન્સર બોર્ડને જે દસ્તાવેજો આપવામાં આવ્યા હતા, એમાં અનેક ખામીઓ હતી. આ કારણે ફિલ્મ પરત કરવામાં આવી છે. નિર્માતાઓ તરફથી પહેલા 1 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં આ ફિલ્મ રિલીઝ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

padmavati

જો કે, ફિલ્મ પ્રોડ્યૂસ કરતી કંપની Viacom 18 મોશન પિક્ચર્સના સીઇઓ અજિત અંધારે ટ્વીટ કરીને 'પદ્માવતી' ફિલ્મની રીલિઝની તારીખ આગળ વધારવામાં આવી હોવાની ખબરોને અફવા ગણાવી છે. ફિલ્મના માર્કેટિંગ ટીમના સૂત્રો અનુસાર, ફિલ્મ પહેલાની નિશ્ચિત તારીખ 1 ડિસેમ્બરના રોજ જ રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ અંગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિરોધ અને દેખાવો થઇ રહ્યાં છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોના અધિકારીઓ પણ કેન્દ્રિય સૂચના પ્રસારણ વિભાગના સંપર્કમાં છે. એક વરિષ્ઠ અધિકારી અનુસાર, ફિલ્મના દરેક એવા દ્રશ્ય અને વાર્તાની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવશે, જેને કારણે કોઇ પણ પ્રકારનો વિવાદ થવાની સંભાવના હોય. એવામાં 1 ડિસેમ્બર સુધીમાં ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળવાની સંભાવના ખૂબ ઓછી છે. રાજપૂત કરણી સેના ઉપરાંત હવે રાજપૂતના રાજ-ઘરાનાની મહિલાઓ પણ આ ફિલ્મનો વિરોધ કરી રહી છે.

English summary
Padmavati row: CBFC delays certificate to Deepika Padukone film over incomplete documents.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.