For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પદ્માવત થઇ બેન, મુંબઇમાં પણ થયો વિરોધ

પદ્માવત, પદ્માવતી, સંજય લીલા ભણસાળી, વિજય રૂપાણી, ગુજરાત, પ્રતિબંધ, બોલીવૂડ, દીપિકા પાદુકોણ, ભાજપ

By Chaitali
|
Google Oneindia Gujarati News

સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્મવત ને સેન્સર બોર્ડે રીલિઝ કરવાની છૂટ આપી દીધી છે. પણ તેમ છતાં ભાજપ શાસિત ચાર રાજ્યો તેને બેન કરી દીધી છે. શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં પદ્માવત રિલિઝ નહીં થાય. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ વિજય રૂપાણીએ ગુજરાતમાં પદ્માવતીના રિલિઝને ના પાડી હતી. તે પછી હવે સેન્સર બોર્ડ દ્વારા તેની રિલિઝને છૂટી મળી હોવા છતાં ગુજરાત સરકારે તેના નિર્ણયને યથાવત રાખ્યો છે. વધુમાં મધ્ય પ્રદેશ પણ આ ફિલ્મને પ્રતિબંધિત જાહેર કરી છે. પદ્માવતને સેન્સર બોર્ડે રિલીઝ કરવાની છૂટ આપતા મુંબઇમાં પણ આ વાતનો જોરદાર વિરોધ થયો હતો. મુંબઇમાં આ ફિલ્મના વિરોધને લઇને લોકોનું ટોળું સેન્સર બોર્ડની ઓફિસે પણ પહોંચ્યું હતું. જે પછી મુંબઇની ગામદેવી પોલીસે 96 લોકોની અટક કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 25 જૂને રિલીઝ થવાની છે. નોંધનીય છે કે આ ફિલ્મના વિરોધને લઇને સેન્સર બોર્ડે પણ ફિલ્મમાં ચાર મોટા ફેરફાર કરાવ્યા છે. અને તેનું નામ પણ પદ્માવતીથી બદલે પદ્માવત કરી દીધું છે. સાથે જ ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ આ ફિલ્મ બેન કરવામાં આવી છે. કરણી સેનાએ પદ્માવત નામ સાથે પણ રિલીઝ થનારી આ ફિલ્મ પર ભારે વિરોધ દર્શાવ્યો છે.

Vijay Rupani

ઉલ્લેખનીય છે કે આ પહેલા આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રજૂ થવાની હતી. પણ કરણી સેનાના ભારે વિરોધ પછી આ ફિલ્મની રિલીઝ પાછળ જતી ગઇ. જો કે બીજી તરફ સંજય લીલા ભણસાળી અને ફિલ્મના નિર્માતાઓ વાતચીત દ્વારા આ ફિલ્મને રીલિઝ કરવાની અપીલ કરી હતી. પણ કરળી સેના ટસથી મસ નહતી થઇ. વધુમાં જો આ ફિલ્મ 25 જાન્યુઆરીએ પણ રીલિઝ થાય છે તો ત્યારે પણ ફિલ્મના રીલિઝને લઇને ભારે વિરોધ થવાની સંપૂર્ણ રીતે સંભાવના રહેલી છે. ત્યારે હાલ તો ગુજરાત સમતે આ ફિલ્મને હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ ભાજપ શાસિત ચાર રાજ્યોમાં બેન કરવામાં આવી છે.

English summary
padmavat will not be released in gujarat says vijay rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X