પદ્માવત: 6 રાજ્યોમાં પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટ પહોંચ્યા નિર્માતા

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનું નામ બદલવામાં આવ્યું છે અને એમાં કેટલાક મોટા પરિવર્તવો પણ કરવામાં આવ્યા છે, આમ છતાં અનેક રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેની સામે ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ગુજરાત, હરિયાણા સહિત 6 રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેન્સર બોર્ડે ફિલ્મ પાસ કરી હોવા છતાં રાજ્યોએ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Padmavat

ફિલ્મ પદ્માવત પર ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સંજય લીલા ભણસાલીએ સેન્સર બોર્ડમાંથી સર્ટિફિકેટ મળ્યા બાદ આ ફિલ્મને 25 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મમાં અનેક કટ્સ લાગ્યા છે અને ફિલ્મ પહેલાં એક ડિસક્લેમર પણ મુકવામાં આવ્યું છે, આમ છતાં ફિલ્મની રીલિઝ પર સંકટોના વાદળ ઘેરાયેલા છે. આ ફિલ્મ પહેલાં 1 ડિસેમ્બરના રોજ રીલિઝ થનારહતી, પરંતુ કરણી સેના અને અન્ય કેટલાક સંગઠનોના આક્રમક વિરોધને પરિણામે આ ફિલ્મ અટકી પડી હતી.

English summary
Padmaavat Makers Moves To Supreme Court After Six States Bans Film.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.