સ્કૂલ બસ પર પથ્થર મારનારા સામે હત્યાનો કેસ બનવો જોઇએ? શું કહો છો?

Written By:
Subscribe to Oneindia News

પદ્માવત ફિલ્મ વિરુદ્ધ દેશભરમાં વિવાદ થઇ રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આગચાંપી, તોડફોડ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે એક તેવી ઘટના બની જેણે માનવતાનું માથું નીચું કરી દીધું છે. અને તે સવાલ પુછવા મજબૂર કરી લીધા છે કે આવા વિરોધ કેટલો યોગ્ય? વાત છે દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામની. ગુરુગ્રામમાં એક શાળાથી છૂટીને જ્યારે બાળકો ઘરે જઇ રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ બસને રોકી તેની પર પથરાવ શરૂ કરી દીધો. આ કારણે બસનો કાચ પણ તૂટી ગયો. અને અંદર અનેક માસૂમ બાળકો ડરના માર્યા ચીસો પાડી ઉઠ્યા. શિક્ષકો અને સ્ટાફની સમજદારીથી બાળકોને નીચે બેસાડી દેવામાં આવ્યા અને આ ઘટનામાં બાળકોનો આબાદ બચાવી થયો. આ વાતનો એક વીડિયો પણ રહાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રોતા બાળકો અને સ્કૂલ બસનો તૂટેલો કાચ થોડા શબ્દોમાં ધણું કહી જાય છે. સ્કૂલના સ્ટાફનું કહેવું છે કે જેવા જ અમે સ્કૂલની બહાર નીકળ્યા અમારી બસ પર હુમલો થયો. પોલીસ પણ તે લોકોને નિયંત્રિત કરવામાં અસફળ રહી હતી. અને અમે બાળકોને કોઇ રીતે અંદર જ કવર કરવામાં સફળ રહ્યા.

gurugram

સ્કૂલબસ પર પથ્થરમારો

નોંધનીય છે કે આજે કોંગ્રેસથી લઇને ભાજપ આ ઘટનાને વખોડી રહ્યું છે. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપ જ ભારતમાં નફરતની આ આગ ફેલાવી રહ્યું છે. તંત્ર પણ આ મામલે કરણી સેના શાંતિ પૂર્વક વિરોધ કરવાની અપીલ કરી રહ્યું છે. જો કે ગુરુગ્રામમાં થયેલી આ ઘટના પછી પોલીસે 18 લોકોની અટક કરી છે. અને આ મામલે તેમને રમખાણ કરવાના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ગુરુગ્રામની જી ડી ગોયેન્કા વર્લ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આ દુર્ઘટના બની હતી.

રમખાણ કે માનવ હત્યા

જો કે જે ગુસ્સાયેલા લોકોને વિરોધ કરવા માટે બાળકોની સ્કૂલ બસ પર પથ્થર મારવામાં હાથ નથી કાંપતા તેવા લોકો પર રમખાણની કલમ લગાવવાની બદલે માનવ હત્યાની કલમ લગાવાની તેમની સામે કડક પગલાં લેવા જોઇએ જેથી કરીને આવનારા સમયમાં તોફાનો કરવાના ચક્કર લોકો સારા કે ખરાબ વચ્ચેનો ભ્રમ યોગ્ય રીતે સમજતા થાય. જો કે બસ પર થયેલા હુમલામાં બાળકોને ઇજા નથી થઇ પણ તેમ છતાં બાળકોને વિરોધના વંટોળમાં જોડવા અને સ્કૂલ બસ પર પથ્થરમારો કરવો કેટલો યોગ્ય છે? તે સવાલ જરૂરથી આપણે પૂછવો જોઇએ.

English summary
Karni Sena goons who attacked children arrested, should be charged with "attempt to murder" and not rioting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.