For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોઃ સ્વરા ભાસ્કર પર ભડકી પાકિસ્તાની અભિનેત્રી, જાણો કારણ

પાકિસ્તાની અભિનેત્રી અને વીજે ઉર્વા હુસેને પાકિસ્તાન અંગે બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના વિરોધી નિવેદનો પર હુમલો કર્યો છે. ઉર્વા હુસેને ટ્વિટર પોતાની ભડાસ કાઢતા સ્વરા પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાની અભિનેત્રી અને વીજે ઉર્વા હુસેને પાકિસ્તાન અંગે બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના વિરોધી નિવેદનો પર હુમલો કર્યો છે. ઉર્વા હુસેને ટ્વિટર પોતાની ભડાસ કાઢતા સ્વરા પર નિશાન સાધ્યુ છે. તેણે સ્વરાને એક કડવી અને વિરોધાભાસી વાત બોલનાર વ્યક્તિ ગણાવી છે. ઉર્વાએ ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો જેમાં સ્વરા પાકિસ્તાન અંગે વિરોધાભાસી વાતો કરતી દેખાઈ રહી છે. પહેલા વીડિયોમાં તે પાકિસ્તાનને એક સારો દેશ ગણાવે છે જ્યારે બીજામાં તેની નિંદા કરે છે.

સ્વરા પર ઉર્વાએ કાઢી ભડાસ

સ્વરા પર ઉર્વાએ કાઢી ભડાસ

પાકિસ્તાની અભિનેત્રી ઉર્વા હુસેન અને પડોશી દેશના લોકો બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરથી ઘણા નારાજ છે. કારણ છે તેણે પાકિસ્તાનને એક અસફળ દેશ ગણાવ્યો છે. ઉર્વા હુસેને સ્વરા ભાસ્કર પર નિશાન સાધતા ટ્વિટ પર લખ્યુ, "પાકિસ્તાનને તમે વર્ષ 2015 માં સૌથી ફેવરેટ દેશ ગણાવ્યો હતો. તે છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ બહેતર જ થયો છે. અહીં લોકોના દિલ મોટા છે અને પોતાના મહેમાનોનું સ્વાગત કરે છે. મહિલા સશક્તિકરણ કરતા કરતા તમે એક કડવી વ્યક્તિ બની ગયા છો. અને આ બધુ એ દેશનો વ્યક્તિ બોલે છે જે ખુદ પોતાની ફિલ્મ (પદ્માવત) પર પ્રતિબંધ મૂકે છે."

“શું મારે વધુ કંઈ કહેવાની જરૂર છે?”

“શું મારે વધુ કંઈ કહેવાની જરૂર છે?”

ઉર્વાએ આગળ લખ્યુ, "એટલા માટે મહિલા સશક્તિકરણની વાત ના જ કરો. એ માત્ર તમને એક અજ્ઞાની વ્યક્તિ રૂપે દર્શાવે છે. જે પોતાના નિવેદનમાં પણ વિરોધાભાસી છે. આ નિશ્ચિત રૂપે એક અસફળ રાજ્ય નથી પરંતુ તમે એક ‘અસફળ વ્યક્તિ' જરૂર દેખાઈ રહ્યા છો." ઉર્વાએ ત્યારબાદ એક વીડિયો પોસ્ટ કરતા કહ્યુ કે ‘શું મારે વધુ કંઈ કહેવાની જરૂર છે?'

બંને ઈન્ટરવ્યુમાં સ્વરાએ કહી વિરોધાભાસી વાતો

બંને ઈન્ટરવ્યુમાં સ્વરાએ કહી વિરોધાભાસી વાતો

આ વીડિયોમાં સ્વરાના બે ઈન્ટરવ્યુ છે. પહેલો ઈન્ટરવ્યુ પાકિસ્તાની મીડિયા સાથે છે. વળી, બીજા ઈન્ટરવ્યુમાં તે ‘વીરે દી વેડિંગ' ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે રાજીવ મસંદને ઈન્ટવ્યુ આપી રહી છે. પહેલા વીડિયોમાં સ્વરા કહે છે, "જેને દુશ્મન દેશ સમજવામાં આવે છે તે બિલકુલ એવો નથી. હું ઘણી જગ્યાએ ફરી છુ. લંડન, પેરિસ, ઈસ્તંબુલ, ન્યૂયોર્ક બધા ફેલ છે લાહોર સામે. અહીં આવીને હું જનાબ શબ્દ બોલતા શીખી."

સ્વરાએ હજુ સુધી નથી આપ્યો જવાબ

સ્વરાએ હજુ સુધી નથી આપ્યો જવાબ

આના પછીના વીડિયોમાં સ્વરા કહે છે કે તમે એવા દેશથી શું આશા રાખી શકો જે શરિયા લૉ પર ચાલે છે. સ્વરાએ પાકિસ્તાનને એક અસફળ રાજ્ય ગણાવ્યુ અને કહ્યુ, "મને ખબર નથી પડતી કે આપણે પાકિસ્તાનમાં થનારી બધી મૂર્ખ વસ્તુઓનો કેમ આનંદ લેતા રહીએ છીએ." સ્વરાએ પાકિસ્તાનીઓની શબ્દાવલિની પણ મજાક ઉડાવી. ઉર્વા હુસેનના આરોપો પર સ્વરાનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. તમને જણાવી દઈએ કે આપત્તિજનક ભાષાના કારણે પાકિસ્તાને ‘વીરે દી વેડિંગ' ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

English summary
Pakistani Actress Urwa Hocane Slams Swara Bhaskar For Her Contradictory Remark Over Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X