For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ચેરમેન, સાંસ્કૃતિક મંત્રીએ કર્યુ ટ્વિટ

બૉલિવુડના વરિષ્ઠ અભિનેતા પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(એનએસડી)ના નવા ચેરમેન ચૂંટવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડના વરિષ્ઠ અભિનેતા પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(એનએસડી)ના નવા ચેરમેન ચૂંટવામાં આવ્યા છે. સાંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગુરુવારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યુ, 'પ્રખ્યાત કલાકાર પરેશ રાવલજીને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા એનએસડીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો તેમજ છાત્રોને મળશે. હાર્દિક શુભકામનાઓ.'

paresh rawal

તમને જણાવી દઈએ કે 65 વર્ષીય અભિનેતા પરેશ રાવલ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની ટિકિટથી અમદાવાદ પૂર્વ સંસદીય ક્ષેત્રના સાંસદ પણ રહી ચૂક્યા છે. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(એનએસડી)ના અધ્યક્ષ તરીકે તેમની નિયુક્તિ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. તમને જણાવી દઈએ કે બૉલિવુડમાં અભિનેતા પરેશ રાવલનુ બહુ મોટુ યોગદાન છે, તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે જ પરેશ રાવલ પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સાથે અન્ય ઘણા અવૉર્ડ પણ જીતી ચૂક્યા છે.

પરેશ રાવલના એનએસડીના ચેરમેન ચૂંટાવાની માહિતી કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલે આપી છે. તેમણે આ નવી જવાબદારી માટે બૉલિવુડ અભિનેતાને શુભકામનાઓ પણ આપી છે. તમને જણાવી દઈએ કે પરેશ રાવલ પહેલા એનએસડીના પ્રમુખ જાણીતા રાજસ્થાની કવિ અર્જૂન દેવ ચરણ સિંહ હતા. અર્જૂન દેવને આ જવાબદારી વર્ષ 2018માં સોંપવામાં આવી હતી. હવે પરેશ રાવલના અધ્યક્ષ ચૂંટાવા પર તેમને બૉલિવુડ અને રાજકીય જગતમાંથી અઢળક શુભકામનાઓ મળી રહી છે.

એનએસડીના અધિકૃત ટ્વિટર હેન્ડલથી પણ પરેશ રાવલને શુભકામનાઓ આપવામાં આવી છે. એનએસડીએ લખ્યુ કે અમને એ જણાવતા ખુશી થઈ રહી છે કે ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રસિદ્ધ અભિનેતા અને પદ્મ શ્રી પરેશ રાવલને એનએસડીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એનએસડી પરિવાર આ લેજન્ડનુ સ્વાગત કરે છે, તે પોતાના માર્ગદર્શનમાં એનએસડીને નવી ઉંચાઈએ પહોંચાડે.

એપ્પલે પોતાના કર્મચારીઓ માટે બનાવ્યુ વિશેષ ફેસ માસ્ક, જાણો તેની ખૂબીઓએપ્પલે પોતાના કર્મચારીઓ માટે બનાવ્યુ વિશેષ ફેસ માસ્ક, જાણો તેની ખૂબીઓ

English summary
Paresh Rawal is appointed as the new Chairman of NSD (National School of Drama).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X