રાઘવ ચઢ્ઢાથી વધુ અમીર છે પરિણીતિ ચોપડા, જાણો રુમર્ડ કપલની કુલ નેટવર્થ
Parineeti Raghav Net Worth: બૉલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા અને આપ નેતા રાઘવ ચઢ્ઢાને ઘણી વાર સાથે સ્પૉટ કરવામાં આવ્યા છે. બંને લગ્નને લઈને ઘણા ચર્ચામાં છે. સમાચારો મુજબ આ સપ્તાહમાં બંનેની દિલ્લીમાં સગાઈ નક્કી છે. જેમાં રાઘવ અને પરિણીતિના પરિવારજનો અને નજીકના દોસ્ત સામેલ થશે.
હાલમાં આ રૂમર્ડ કપલના લગ્નની ચર્ચા દરેક જગ્યાએ છે. જો કે, હજી સુધી બંને પક્ષો તરફથી સંબંધ પર કોઈ સત્તાવાર મહોર નથી. તમને જણાવી દઈએ કે બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. આજે અમે તમને આ રુમર્ડ કપલની નેટવર્થ વિશે જણાવીશુ. રસપ્રદ વાત એ છે કે પરિણીતી ચોપડાની કમાણી રાઘવ ચઢ્ઢા કરતા ઘણી વધારે છે.

સૂત્રો મુજબ પરિણીતિ ચોપડા પાસે કુલ 60 કરોડની પ્રોપર્ટી છે અને તે એક મહિનામાં 40 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત અભિનેત્રી એડમાંથી પણ ઘણી કમાણી કરે છે. આ જ કારણ છે કે આજે તે કરોડોની માલિક છે.
AAP નેતા રાઘવ ચઢ્ઢાની આવક અને સંપત્તિ વિશે વાત કરીએ તો તેમણે ચૂંટણી માટે નોમિનેશન વખતે તેમની કુલ સ્થાવર અને જંગમ સંપત્તિની વિગતો આપી હતી. જે મુજબ તેમની કુલ સંપત્તિ 37 લાખ છે. આ સિવાય તેમના પર કોઈ પણ પ્રકારની લોન નથી. એફિડેવિટ મુજબ, રાઘવ પાસે કોઈ સ્થાવર મિલકત એટલે કે કોઈ ઘર કે જમીન નથી.
પરિણીતી ચોપડા એક ફિલ્મ માટે ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા લે છે. જેના કારણે તે કરોડોની કમાણી કરે છે. આ સિવાય અભિનેત્રીને લક્ઝરી વાહનોનો પણ શોખ છે. અભિનેત્રી પાસે તમામ લક્ઝરી અને મોંઘી કારોનુ કલેક્શન છે. તેના કાર કલેક્શનમાં Audi, Q5, Audi A6, Jaguar XJL જેવી ઘણી કાર સામેલ છે.
રાઘવ ચઢ્ઢા રાજકારણમાં ખૂબ જ સફળ નેતા છે. ચૂંટણી એફિડેવિટ મુજબ, રાઘવ પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર અને 90 ગ્રામ સોનાના દાગીના છે જેની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. આમ રિપોર્ટ મુજબ પરિણીતિ ચોપડા કમાણી બાબતે AAP નેતા રાઘવ ચઢ્ઢા કરતાં ઘણી આગળ છે. રાઘવની કમાણી લાખોમાં છે, ત્યાં પરિણીતીની કમાણી કરોડોમાં છે.












Click it and Unblock the Notifications
