પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાનુ વેડિંગ કાર્ડ થયુ વાયરલ, આ હોટલમાં થશે લગ્ન
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા આ દિવસોમાં તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. સપ્ટેમ્બર મહિનામાં બંને સાત ફેરા લેશે. રિપોર્ટ્સનું માનીએ તો બંને 23થી 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. હવે પરિણીતી અને રાઘવના લગ્નનું રિસેપ્શન કાર્ડ સામે આવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના આ રિસેપ્શન કાર્ડમાં તમામ વિગતો આપવામાં આવી છે. દંપતીના આ કાર્ડમાં લખ્યું છે, 'આશીર્વાદ સાથે, શ્રી પીએન ચઢ્ઢા જી અને શ્રીમતી ઉષા અને સચદેવા, અલકા અને સુનીલ ચઢ્ઢા તમને તેમના પુત્ર રાઘવ અને પરિણીતીના રિસેપ્શન લંચ માટે આમંત્રિત કરે છે.'
કાર્ડમાં આપવામાં આવેલી વિગતો અનુસાર આ રિસેપ્શન પાર્ટી તાજ ચંદીગઢ ખાતે 30 સપ્ટેમ્બરે યોજાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં મહેંદી, હળદર અને સંગીત થશે. બંનેના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં સંપૂર્ણ રીત રિવાજ સાથે થશે. જેના માટે હોટેલ અને વેડિંગ વેન્યુનું બુકિંગ થઈ ગયું છે.
આ લગ્નમાં અભિનેત્રીની કઝીન પ્રિયંકા ચોપરા પણ હાજરી આપશે. આ સિવાય ઘણા મોટા નેતાઓ પણ દંપતીને આશીર્વાદ આપવા આવશે. જો કે હજુ સુધી બંને તરફથી લગ્નને લઈને કોઈ નિવેદન સામે આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે 2023ની શરૂઆતમાં પરિણીતી અને રાઘવ ઘણી વખત ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. જે બાદ બંનેના અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ પછી, 13 મેના રોજ, બંનેએ સગાઈ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. ચાહકોને આ જોડી એકસાથે ખૂબ જ પસંદ આવી રહી છે અને હવે લોકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
