3 પુરુષો સાથે અફેર છતાં એકલી હતી પરવીન બાબી, થયુ હતુ દર્દનાક મોત, મૃતદેહની થઈ હતી આવી હાલત

Parveen Babi Life: હિન્દી સિનેમાની લેડી સુપરસ્ટાર અને દિગ્ગજ અભિનેત્રી પરવીન બાબી પોતાના દમદાર અભિનય અને સુંદરતાના કારણે લોકોના દિલ પર રાજ કરતી હતી. તેણે ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું. તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી.

બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથેની તેની ઑનસ્ક્રીન જોડી લોકોને પસંદ પડી હતી. તમને જણાવી દઈએ કે પહેલી નજરમાં જ બધાને દિવાના બનાવી દેનારી આ સુંદરી પોતાની રિયલ લાઈફમાં સાવ એકલી હતી. ઈન્ડસ્ટ્રીમાં પરવીન બાબીના અફેરથી લઈને દુઃખદ મૃત્યુ સુધીએ લોકોને હચમચાવી દીધા હતા.

Parveen Babi

જૂનાગઢના મુસ્લિમ પરિવારમાં જન્મેલી પરવીન બાબીએ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચરિત્ર'થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરવીનની સુંદરતા અને તેની એક્ટિંગે પહેલી જ ફિલ્મથી લોકોના દિલ જીતી લીધા હતા. તેનો જાદુ દર્શકોના દિલ પર એ રીતે ચાલ્યો કે તેણે પોતાની ફિલ્મી કરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. પરવીન બાબી સફળતાના શિખરો સર કરવા લાગી.

તમને જણાવી દઈએ કે પરવીન બાબીના ઘણા લોકો સાથે અફેર હતા પરંતુ કોઈ પણ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો. પરવીન બાબીના જીવનમાં પહેલીવાર ડેની ડેન્ઝોંપ્પાએ પ્રેમ જગાવ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. તેમની વચ્ચે 4 વર્ષ સુધી અફેર ચાલ્યું પરંતુ કેટલાક અંગત કારણોસર તેઓ અલગ થઈ ગયા.

ડેની ડેન્ઝોંપ્પા સાથેના બ્રેકઅપ બાદ બૉલિવુડ એક્ટર કબીર બેદીએ પરવીન બાબીના જીવનમાં પ્રવેશ કર્યો પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. એક સમય હતો જ્યારે કબીર બેદી અને પરવીન બાબીની કોઝી તસવીરો સમાચારમાં છવાયેલી રહેતી હતી પરંતુ ત્રણ વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા બાદ આ સંબંધ પણ તૂટી ગયો.

પરવીન બાબીના જીવનમાં ત્રીજી એન્ટ્રી બૉલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટની હતી. મહેશ ભટ્ટે પરવીન બાબીને સહારો આપ્યો હતો. તે સમયે પરવીન બાબી હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી હતી જ્યારે મહેશ ભટ્ટ બૉલિવુડમાં પોતાનું નામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મહેશ ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતા ત્યારે પરવીન બાબી માનસિક બિમારીથી પીડાતી હતી.

આ માનસિક બીમારી હોવાનું નિદાન થયા બાદ પરવીન બાબીના મહેશ ભટ્ટ સાથેના સંબંધો બગડવા લાગ્યા હતા. ખરાબ તબિયતના કારણે પરવીન બાબીની ફિલ્મી કરિયર પણ બગડવા લાગી. તે ફિલ્મોથી દૂર રહેવા લાગી. કહેવાય છે કે પરવીન બાબી વધુ પડતા સ્ટ્રેસને કારણે ડાયાબિટીસથી પીડિત હતી. આ ઉપરાંત તે પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા નામની બીમારીથી પીડિત હતી. આ બીમારીના કારણે પરવીન બાબી ઘણા લોકોને પોતાના જીવના દુશ્મન માનવા લાગી હતી.

અંતિમ સમયમાં પરવીન બાબીના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેનુ મૃત્યુ થયું હતું. કહેવાય છે કે પરવીન બાબીના પરિવારે તેની પૂછપરછ પણ કરી ન હતી. હૉસ્પિટલમાં પણ, પોસ્ટમોર્ટમ દરમિયાન કે પછી તેના પરિવારમાંથી કોઈ મૃતદેહ લેવા આવ્યું ન હતું. ત્યારબાદ ફિલ્મ મેકર મહેશ ભટ્ટે પરવીન બાબીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરવીન બાબીને ડાયાબિટીસના કારણે એક પગમાં ગેંગરીન થયુ હતુ, જેના કારણે તે સડવા લાગ્યો હતો. બેડ પાસે એક વ્હીલચેર પડી હતી. તેના ફ્લેટમાં બધું વેરવિખેર હતું. કપડાં અને દવાઓ પણ ફેલાયેલી હતી. રૂમની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે પરવીન બાબી છેલ્લા ઘણા દિવસોથી પથારીમાંથી ઉઠી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે પરવીન બાબીએ મૃત્યુ પહેલા 2-3 દિવસ સુધી કંઈ ખાધું ન હતું. તે એકદમ ભૂખી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X