'પઠાન' ફિલ્મઃ બિકિનીમાં દીપિકા પાદુકોણનો 'બેશર્મ રંગ'!, જુઓ 5 સૌથી બોલ્ડ સીન અને મૂવ્સ

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની પઠાન ફિલ્મના બેશર્મ રંગ ગીતના 5 સૌથી બોલ્ડ સીન અને મૂવ્સ અહીં જુઓ.

Deepika Shahrukh Besharam Rang Bold Scenes: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પઠાન'નુ ગીત 'બેશર્મ રંગ' રિલીઝ થઈ ચૂક્યુ છે. ગીત રિલીઝ થતા જ વાયરલ થઈ ગયુ અને સોશિયલ મીડિયા પર નવો રેકૉર્ડ બનાવી લીધો. ગીતમાં દીપિકા પાદુકોણ અને શાહરુખની જબરદસ્ત કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે. જેના કારણે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાને આ ગીતમાં રોમાંસની બધી હદો પાર કરી દીધી છે. અહીં જુઓ 'બેશર્મ રંગ' ગીતના સૌથી વધુ રોમેન્ટીક અને બોલ્ડ સીન્સ.

'પઠાન'માં દેખાયો રોમેન્ટીક અંદાજ

'પઠાન'માં દેખાયો રોમેન્ટીક અંદાજ

ફિલ્મ 'પઠાણ'ના 'બેશર્મ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણનો એક એવો લુક જોવા મળ્યો છે જે કદાચ ચાહકોએ વર્ષોથી નહીં જોયો હોય. ગીતની શરૂઆત દીપિકા પાદુકોણના હૉટ બ્રાલેસ ગોલ્ડ મોનોકિની લુકથી થાય છે જેમાં ચાહકો તેની માદક આંખોમાં ખોવાઈ જાય છે. આ આખા ગીતમાં દીપિકાએ એક કરતા વધારે બોલ્ડ આઉટફિટ પહેર્યા છે.

શર્ટલેસ લુકમાં શાહરુખ ખાન

શર્ટલેસ લુકમાં શાહરુખ ખાન

ગીતમાં ફેન્સને શાહરૂખ ખાનની ઝલક પણ જોવા મળે છે. પહેલા શાહરૂખ અને દીપિકા વચ્ચે દુઆ-સલામ થાય છે અને તે પછી શાહરૂખના શર્ટલેસ લુકે ફેન્સના હોશ ઉડાવી દીધા. અંતે, દીપિકા શાહરુખની બાહોમાં છે અને સમગ્ર ગીતમાં શાહરુખ દીપિકા પરથી નજર હટાવી નથી શકતો.

'બેશર્મ રંગ' ગીતનુ મ્યૂઝિક

'બેશર્મ રંગ' ગીતનુ મ્યૂઝિક

પઠાણનુ સંગીત વિશાલ-શેખરે આપ્યુ છે, ગીતો કુમારના છે અને આ ગીતને અવાજ શિલ્પા રાવે આપ્યો છે. વૈભવી મર્ચન્ટે આ ગીતને કોરિયોગ્રાફ કર્યુ છે, જેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. વળી, ગીતનુ લોકેશન લોકોનુ ધ્યાન ખેંચી રહ્યુ છે.

સ્પેનમાં થયુ છે શૂટિંગ

સ્પેનમાં થયુ છે શૂટિંગ

તમને જણાવી દઈએ કે ગીતનુ શૂટિંગ સ્પેનમાં કરવામાં આવ્યુ છે. શાહરૂખ ખાન અને દીપિકાએ આ ગીત મલોર્કામાં શૂટ કર્યુ હતુ. જેમાં શાહરૂખ ખાન તેના 8-પેક એબ્સ ફ્લૉન્ટ કરે છે અને દીપિકા તેના પરફેક્ટ બિકીની બૉડીને ફ્લૉન્ટ કરે છે. શાહરૂખનો સ્વેગ જોઈને ચાહકો હવે ફિલ્મ માટે વધુ ઉત્સુક બની ગયા છે.

પહેલા પણ દેખાઈ ચૂકી છે આ જોડી

પહેલા પણ દેખાઈ ચૂકી છે આ જોડી

ખાસ વાત એ છે કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ લાંબા સમય પછી સાથે આવ્યા છે. અગાઉ આ બંને સ્ટાર્સ ઓમ શાંત ઓમ, ચેન્નાઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મોમાં સાથે આવી ચૂક્યા છે. જેમાં ચાહકોને તેમની જોડી ખૂબ જ પસંદ આવી હતી. હવે પઠાણનો વારો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X