"હું તો ઝાંસીની રાણી જેવી સાહસિક છું, આમિર ખાન મારી પડખે છે"

Written By:
Subscribe to Oneindia News

રાખી સાવંત પોતાના આખાબોલા સ્વભાવને કારણે જાણીતી છે. આ કારણે તે અવાર-નવાર વિવાદો માં સપડાતી રહે છે, ક્યારેક પોતાને માટે જ મોટી મુસીબત પણ વહોરી લે છે. આ વખતે પણ તે મહર્ષિ વાલ્મિકી અંગે નિવેદન કરવાને કારણે મુસીબતમાં સપડાઇ છે. આ મામલે સફાઇ આપવા તેણે પ્રેસ મીટ બોલાવી હતી.

મીકા સિંહ સાથે કરી વાલ્મિકીની તુલના

મીકા સિંહ સાથે કરી વાલ્મિકીની તુલના

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતે રામાયણની રચયિતા મહર્ષિ વાલ્મિકીની તુલના મીકા સિંહ સાથે કરી હતી. આ કારણે રાખી પર રોષે ભરાયેલા વાલ્મિકી સમાજે તેની પર કેસ કર્યો છે. આ મામલે અરેસ્ટ વોરંટ લઇ જ્યારે પોલીસ પહોંચી તો રાખી સાવંત પોતાના ઘરે હાજર નહોતી. તેણે આ મામલે પ્રેસ મીટ બોલાવી પોતાનો પક્ષ મુક્યો છે તથા સફાઇ આપી છે.

હું ઝાંસીની રાણી જેવી બહાદુર

હું ઝાંસીની રાણી જેવી બહાદુર

રાખી સાવંતે પોતાની સફાઇમાં કહ્યું કે, મને ફસાવવામાં આવી રહી છે. લોકો મારું કરિયર ખતમ કરવા માંગે છે અને આથી જ આ પ્રકારના વિવાદોમાં મને ફસાવી રહ્યાં છે. પરંતુ હું ઝાંસીની રાણી જેવી બહાદુર છું, મને કોઇનો ડર નથી.

હું ભારતની પુત્રી છું અને ભારતમાં જ છું

હું ભારતની પુત્રી છું અને ભારતમાં જ છું

રાખી સાવંતે કહ્યું કે, હું જાણવા માંગુ છું કે, પોલીસ મને કેમ શોધી રહી છે? હું ભારતની પુત્રી છું અને ભારતમાં જ છું. હું મુંબઇમાં શૂટિંગ કરી રહી હતી, હું ક્યાંય નથી ગઇ. હું જાણવા માંગું છું કે, મેં વર્ષ 2016માં જે કહ્યું હતું, એ મામલે વોરન્ટ છેક હવે કેમ ઇશ્યૂ કરવામાં આવ્યું?

ટીવી દ્વારા ખબર પડી કે મારી ધરપકડ થઇ છે

ટીવી દ્વારા ખબર પડી કે મારી ધરપકડ થઇ છે

તેણે આગળ કહ્યું કે, ના તો મને પોલીસ અધિકારીઓ મળ્યા છે અને ના તો તેમણે મને કોઇ વોરન્ટ આપ્યું છે. જ્યારે મને કોઇ વોરન્ટ નથી મળ્યું તો મને શું સપનું આવશે કે શું થઇ રહ્યું છે. મને તો ટીવી દ્વારા ખબર પડી કે મારી ધરપકડ થઇ છે. ખબર મળ્યા બાદ હું ઓશિવારા પોલીસ સ્ટેશન ગઇ હતી, કારણ કે મને લાગ્યું કે મારી પર કોઇ કેસ થયો હોય તો મારે જઇને પૂછવું જોઇએ. તેમની પાસે પણ આ મામલે કોઇ સમન નહોતું.

હું માત્ર મીકા સિંહ અંગે બોલવા માંગતી હતી

હું માત્ર મીકા સિંહ અંગે બોલવા માંગતી હતી

"મને કારણ વગર હેરાન કરવામાં આવી રહી છે. મેં કોઇ વાલ્મિકી સમુદાયને દુઃખ નથી પહોંચાડ્યું. કેટલાક વકીલોનું ગ્રુપ છે, જે મને કોર્ટમાં ઘસડી રહ્યું છે. હું તો માત્ર મારા મિત્ર મીકા સિંહ અંગે બોલવા માંગતી હતી, કે તે બદલાઇ ગયો છે."

પીએમ મોદીને સવાલ

પીએમ મોદીને સવાલ

"હું મોદીજીને સવાલ કરવા માંગુ છું કે, શું થઇ રહ્યું છે. મને તો લાગે છે કે, હવે જો મને છીંક પણ આવશે તો મારા પર કેસ કરવામાં આવશે. જો મને ખબર હોત કે મારી પર કેસ નોંધાવાનો છે તે હું વકીલ હાયર કરી લેત. હું ફ્રસ્ટેટ થઇ ચૂકી છું. લોકો મને પૂછે છે, તુ જેલ ના ગઇ? હું સરકારને પૂછવા માંગુ છું કે, ભારતની જનતા સાથે શું થઇ રહ્યું છે."

આમિર ખાન અને અનુપમ ખેરનો સપોર્ટ

આમિર ખાન અને અનુપમ ખેરનો સપોર્ટ

જ્યારે રાખી સાવંતને પૂછવામાં આવ્યું કે, તેણે ઓછું બોલવું જોઇએ, તો રાખીએ જવાબ આપ્યો, 'શા માટે? મારે શા માટે આમ કરવું જોઇએ? તો પછી લોકતંત્રમાં રહેવાનો શું અર્થ છે? શું અમને બોલવાની પણ સ્વતંત્રતા નથી?' સાથે તેણે દાવો કર્યો હતો કે, તેને આમિર ખાન અને અનુપમ ખેરનો સપોર્ટ છે. તેણે ઉમેર્યું હતું કે, હું દુઃખી છું કે, મીકાએ મારા માટે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.

English summary
People are forcibly dragging me in bad light to ruin my career says Rakhi Sawant.
Please Wait while comments are loading...