
આમિર ખાન પર BJP સાંસદનુ વિવાદિત નિવેદન, 'દાદાની ઉંમરમાં ત્રીજી પત્ની શોધી રહ્યા છે, આ ઈંડા વેચવાને લાયક'
ભોપાલઃ મધ્ય પ્રદેશથી ભાજપના સાંસદ સુધીર ગુપ્તાએ બૉલિવુડના અભિનેતા આમિર ખાન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. સુધીર ગુપ્તાએ કહ્યુ કે દેશની વધતી વસ્તી પાછળ આમિર ખાન જેવા લોકોનો હાથ છે. આમિર ખાન જેવા લોકો ભારતની વસ્તીનુ સંતુલન બગાડે છે. વિશ્વ જનસંખ્યા દિવસના પ્રસંગો પત્રકારો સાથે વાત કરીને મંદસૌરના ભાજપ સાંસદે કહ્યુ કે ભારતની વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે કડક અને મજબૂત પગલાં લેવાની જરૂર છે.

દાદાની ઉંમરમાં ત્રીજી પત્ની શોધી રહ્યા છે
દેશમાં વધતી વસ્તીને નિયંત્રિત કરવાની વકીલાત કરીને સુધીર ગુપ્તાએ કહ્યુ કે દૂર્ભાગ્યથી આમિર ખાન દેશના લોકો માટે હીરો છે, તેમણે રીના દત્તાને છોડી, તેનાથી આમિરના બે બાળકો છે પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને તેમને એક બાળક છે. આ ઉંમરમાં જ્યારે તેમની દાદા બનવાની ઉંમર છે ત્યારે તે ત્રીજી પત્ની શોધી રહ્યા છે. સુધીર ગુપ્તા આટલે ન અટક્યા તેમણે કહ્યુ કે શું આ જ સંદેશ એક હીરો આપે છે લોકોને. દુનિયાભરના લોકો કહતા હતા કે ઈંડા વેચવા સિવાય આ લોકો પાસે વધુ દિમાગ નથી, એ એટલુ જ કરે તો વધુ સારુ છે.

ભારતના હીરો શું સંદેશ આપવા માંગે છે
સુધીર ગુપ્તાએ કહ્યુ કે પાકિસ્તાને દૂર્ભાગ્યપૂર્ણ ભાગલા પછી આ પ્રકારના લોકોને દેશમાંથી બહાર કાઢી દીધા પરંતુ આપણી જમીન પાછી ના આપી. છેવટે આમિર ખાન જેવા લોકો શું સંદેશ આપે છે, તે હીરો છે, ભારત માટે દુનિયાને તે શું સંદેશ આપવા માંગે છે. જે લોકો તેમને ઈંડા વેચનારા કહે છે તે કદાચ સાચા છે. સુધીર ગુપ્તાએ કહ્યુ કે જો પાછુ વળીને જોઈએ તો ભારતના જે ભાગલા થયા હતા તેમાં પાકિસ્તાનમાં જમીન વધારે ગઈ હતી અને જનસંખ્યા ઓછી. પરંતુ જ્યારે તેમણે ધક્કા મારીને પાછા મોકલ્યા ત્યારે એ બેશરમોએ તેના બદલે જમીન પાછી ના આપી. આ શરમજનક દુનિયા છે અને એમાં પાકિસ્તાનની દુનિયામાં શું સ્થિતિ છે.

ઈંડા વેચવાથી વધુ મગજ નથી
મધ્ય પ્રદેશથી ભાજપના સાંસદે કહ્યુ કે જો આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો લોકોનો હીરો આમિર ખાન છે. પહેલી પત્ની રીના દત્તા પોતાના બે બાળકો સાથે છે, બીજી પત્ની કિરણ રાવ એક બાળક સાથે ક્યાં ભટકશે તેની ચિંતા નથી. પરંતુ દાદા આમિર ત્રીજી શોધવામાં લાગ્યા છે. ભાજપ સાંસદે આમિર ખાન પર હુમલો કરીને કહ્યુ કે આ ભારતનો સંદેશ છે. આ હીરો છે, દુનિયા કહેતી હતી કે આમનામાં ઈંડા વેચવા સિવાય કંઈ અકલ નથી, એ એટલુ કરે તો બહુ છે. ભારતની વસ્તીને અસંતુલિત કરવામાં આમિર ખાન જેવા લોકોનો હાથ છે, એ દૂર્ભાગ્ય છે.

8 બાળકોની માતાને નિવેદનનો ઉલ્લેખ
ફરીદાબાદની મહિલા ક્રિસ્ટીનનો ઉલ્લેખ કરીને સુધીર ગુપ્તાએ કહ્યુ કે જો દૂર્ભાગ્ય જોવા જઈએ તો ફરીદાબાદની એક મહિલા જે બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી તેણે પોતાના આઠમાં અને અંતિમ બાળકને જન્મ આપ્યો મૃત્યુ પહેલા. તેણે નિવેદન આપ્યુ કે હું ખુશ છુ કે હું દુનિયાને મારા દિવ્ય સંદેશાને મારા ઈસ્વરના સંદેશાને પહોંચાડવામાં પોતાના આઠ બાળકો આપી શકી છુ, તો કયા સંદેશ છે, માટે ભારતે કઠોર થવુ પડશે, વિકાસવાદી વિચાર જોઈએ તો, જનસંખ્યા પર નિયંત્રણ જોઈશે. જે લોકોને કુવિચારો છે તેના પર નિયંત્રણ લાવવુ જોઈએ.