Pics: એવલિન શર્માએ ફરીથી શેર કર્યો બ્રેસ્ટ ફીડિંગનો ફોટો, કહ્યુ - 'રોજેરોજ, બધા દિવસ'
એવલિને પોતાની નાની દીકરી એવાને સ્તનપાન કરાવતો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી એવલિન શર્મા પોતાના બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. હાલના દિવસોમાં માતૃત્વનુ સુખ લઈ રહેલી એવલિને પોતાની નાની દીકરી એવાને સ્તનપાન કરાવતો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેણે પોતાના આ ફોટા દ્વારા લોકોને બ્રેસ્ટફીડિંગનુ મહત્વ સમજાવવાની કોશિશ કરી છે.

બ્રેસ્ટ ફીડિંગનો ફોટો
પોતાનો ફોટો શેર કરીને એવલિને કેપ્શન લખ્યુ છે કે, 'All day, every day. 👼🏻 #breastisbest'. જો કે, તે આ પહેલા પણ બ્રેસ્ટફીડિંગના ફોટાને સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે અને ત્યારે તેને ભારે ટ્રોલિંગનો શિકાર થવુ પડ્યુ હતુ. જેના પર તેણે જડબાતોડ જવાબ આપીને કહ્યુ હતુ કે, 'બ્રેસ્ટ ફીડિંગના ફોટા સંવેદનશીલતા અને તાકાતને એક સાથે દર્શાવે છે.'

માનસિક અને શારીરિક રીતે થકવી દેનારુ..
તેણે આગળ કહ્યુ હતુ કે, 'બ્રેસ્ટ ફીડિંગ ઘણી વાર માનસિક અને શારીરિક રીતે થકવી દેનારુ હોત મે ફોટો શેર કરીને બ્રેસ્ટફીડિંગ કરાવતી માઓને આ સંદેશ આપવાની કોશિશ કરી હતી કે તે આ પ્રોસેસમાં એકલી નથી પરંતુ અમુક લોકોએ આને બીજા જ સેન્સમાં લઈ લીધુ.' તેણે કહ્યુ હતુ કે, 'બ્રેસ્ટફીડિંગ નેચરલ છે અને આ સ્વસ્થ વસ્તુઓમાંનુ એક છે. તો આમાં શરમાવાનુ કેમ? જે લોકો આને ટ્રોલ કરી રહ્યા છે તેમના પોતાના વિચારો છે, હું વધુ આના વિશે નથી વિચારતી.'

એવલિને તુષાર ભિંડી સાથે કર્યા છે લગ્ન
એવલિન શર્માએ 12 નવેમ્બર, 2021ના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો. જેનુ નામ એવા છે. તેણે તુષાર ભિંડી સાથે લગ્ન કર્યા છે. 12 જુલાઈ, 1986ના રોજ જન્મેલી અવલિન શર્માનો જન્મ જર્મનીના ફ્રેંકફૉર્ટમાં થયો હતો. એવલિનની મા જર્મન અને પપ્પા ઈન્ડિયન છે. એવલિનને કૉલેજના દિવસોથી જ મૉડલિંગ ગમતુ હતુ અને તેણે અમુક સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ માટે મૉડલિંગ પણ કર્યુ હતુ. બૉલિવુડમાં તેણે 'ફ્રૉમ સિડની વિથ લવ' ફિલ્મથી પગ મૂક્યો હતો. પરંતુ લોકો તેને યારિયા ગર્લ તરીકે ઓળખે છે.
સ્તનપાન છે જરુરી?
સ્તનપાન દરેક બાળક માટે ખૂબ જરૂરી છે. જન્મ બાદ તરત જ બાળકને માનુ જ દૂધ પીવડાવવુ જોઈએ. સ્તનપાન શિશુ માટે સંરક્ષણ અને સંવર્ધનનુ કામ કરે છે કારણકે માનના દૂધમાં એ બધા પ્રતિરોધક ગુણ હોય છે જે બાળકને બહારના વાતાવરણ સામે લડવામાં મદદ કરે છે. માના દૂધમાં લેક્ટોફોર્મિન નામનુ તત્વ જોવા મળે છે. બાળકના જીવનના પહેલા છ મહિના સુધી માત્ર સ્તનપાન જ કરાવવુ જોઈએ. આ શિશુના જીવન માટે જરુરી છે કારણકે માનુ દૂધ બાળકને સરળતાથી પચી જાય છે.












Click it and Unblock the Notifications
