Pics: મહેંદીમાં ગુજરાતી પાટણનુ પટોળુ પહેરી પહોંચી ઉર્વશી રૌતેલા, કિંમત જાણી ચોંકી જશો

હાલમાં ઉર્વશીનો નવો લુક ચર્ચામાં છે. તેણે એક ઈવેન્ટ દરમિયાન એવી સાડી પહેરી કે ચારે તરફ તેના વિશે જ ચર્ચા થવા લાગી.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના લુક્સ અને ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. ઉર્વશી ફેશનને પ્રાયોરિટી પર રાખે છે. તે પોતાની સ્ટાઈલ સાથે કોઈ બાંધછોડ નથી કરતી. ફિલ્મો સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. હાલમાં તેનો નવો લુક ચર્ચામાં છે. તેણે એક ઈવેન્ટ દરમિયાન એવી સાડી પહેરી કે ચારે તરફ તેના વિશે જ ચર્ચા થવા લાગી. આ સાડી ગુજરાતના પાટણનુ પટોળુ છે જેની કિંમત જાણીને લોકોની આંખો ફાટી જશે.

ઉર્વશીએ પહેર્યુ 58 લાખનુ પાટણનુ પટોળુ

ઉર્વશીએ પહેર્યુ 58 લાખનુ પાટણનુ પટોળુ

જાણીતા એક્ટર મનોજ કુમારની પૌત્રી મુસ્કાનની મહેંદી સેરેમનીમાં ઉર્વશી રૌતેલા ટ્રેડીશનલ લુકમાં પહોંચી. આ લુકમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેણે પોતાનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેને જોઈને લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. આ ફોટામાં લોકોનુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યુ ઉર્વશીની સાડીએ. મલ્ટીકલરની ગુજરાતી પટોળા સાડીમાં ઉર્વશી ગજબની સુંદર લાગી રહી છે. આ સાડી સાથે તેણે ખૂબ જ સિમ્પલ મેકઅપ કર્યો છે અને હેવી જ્વેલરી પહેરી છે. આ ખાસ ગુજરાતી પટોળુ ડિઝાઈનર આશા ગૌતમે ખાસ કરીને ક્યૂરેટ કરી હતી.

ઉર્વશીના આકર્ષક લુકે વર્તાવ્યો કહેર

ઉર્વશીના આકર્ષક લુકે વર્તાવ્યો કહેર

ઉર્વશીએ મલ્ટીકલરની પટોળા સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લુક બતાવ્યો છે. સાડી સાથે બ્લ્યુ બ્લાઉઝનુ કૉમ્બિનેશન તેના લુકને આકર્ષક બનાવી દે છે. જો કિંમતની વાત કરીએ તો આ સાડીની કિંમત 58 લાખની છે. આ ફંક્શન માટે ઉર્વશીએ સારી એવી રકમ ખર્ચ કરી છે. ઈટાઈમ્સના જણાવ્યા મુજબ ઉર્વશીના સ્ટાઈલિસ્ટ તુષાર કપૂરે તેની સ્ટાઈલિંગ કરી હતી. આ લુક પર તેણે લગભગ 60 લાખ રૂપિયા ખર્ચ કર્યા.

પટોળુ તૈયાર થતા લાગે છે 6 મહિના

પટોળુ તૈયાર થતા લાગે છે 6 મહિના

ઉર્વશીએ ગુજરાતના પાટણનુ પટોળુ પહેર્યુ છે જેને બનવામાં 6 મહિનાનો સમય લાગે છે. આ તૈયાર કરવા માટે 600 ગ્રામ સિલ્ક થ્રેડ ઉપયોગ થાય છે જેને અલગ-અલગ રંગોમાં રંગવામાં આવે છે. પછી તેના વણાટમાં લગભગ 25 દિવસનો સમય લાગે છે. તેને તૈયાર કરવા માટે 12 જણ મહેનત કરે છે. ઉર્વશીએ પોતાના ફોટા સાથે લખ્યુ છે કે આ સાડી તેની સૌથી મનગમતી ગુજરાતી પટોળા સાડી છે. તેણે લખ્યુ ક્લાસિક પટોળા સાડી 300 વર્ષ સુધી ચાલે છે. ના તો તેનો રંગ ફીકો પડે છે અને ના બ્રાઈટનેસ. ઉર્વશીના આ લુકને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X