For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jal Trailer : પાણીને લીધે કોઈ કુછ ભી કર સકતા હૈ....

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ફેબ્રુઆરી : યહાં પાણીને લીધે કોઈ કુછ ભી કર સકતા હૈ.... હા જી, આ વાત છે કચ્છના રણ પર આધારિત ફિલ્મ જલની. જલ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે લૉન્ચ થયું છે. ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ છે કે જલ પાણી માટેના યુદ્ધનું રણશીંગુ ફૂંકે છે. ફિલ્મમાં પાણીની તંગીની સમસ્યાને ઉજાગર કરવામાં આવી છે.

જલ ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે ફિલ્મના કલાકારો પૂરબ કોહલી, કીર્તિ કુલ્હારી, મુકુલ દેવ તથા સૈદાહ જૂલ્સ ઉપરાંત બૉલીવુડ અભિનેતા બૉબી દેઓલ, ગાયક-સંગીતકાર સોનૂ નિગમ જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. ફિલ્મમાં તનિષ્ઠા ચૅટર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ગઈકાલે લૉન્ચ થયેલ ટ્રેલરને જોઈને સ્પષ્ટ છે કે પાણી માટે યુદ્ધ એટલે જલ. જલ ફિલ્મ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વખણાઈ ચુકી છે. ફિલ્મમાં પાણીની સમસ્યાની સાથે જ લવ, રિલેશન, દુશ્મનાવટ અને માનવ ચારિત્રનું પણ ચિત્રણ કરાયું છે.

ચાલો આપને બતાવીએ જલ ફિલ્મ અને ટ્રેલર લૉન્ચિંગની તસવીરો તથા ટ્રેલરનું વીડિયો :

પોસ્ટર રિલીઝ

પોસ્ટર રિલીઝ

તાજેતરમાં જ જલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું છે.

નિર્માતા વન વર્લ્ડ-દિગ્દર્શક ગિરીશ મલિક

નિર્માતા વન વર્લ્ડ-દિગ્દર્શક ગિરીશ મલિક

ગિરીશ મલિક દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણ વન વર્લ્ડ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે કર્યું છે.

પાણીની તંગી પર આધારિત

પાણીની તંગી પર આધારિત

જલ ફિલ્મ ગુજરાતના કચ્છના રણમાં પાણીની તંગી ઉપર આધારિત છે.

ગ્રામ્ય સંસ્કૃતિની પણ વાર્તા

ગ્રામ્ય સંસ્કૃતિની પણ વાર્તા

જલ ફિલ્મમાં કચ્છમાં પાણીની સમસ્યા સાથે જ ત્યાંના ગ્રામ્ય અંચલ તથા સાંસ્કૃતિક પરિવેશની પણ વાર્તા દર્શાવાઈ છે.

બકા જ્યોતિષ

બકા જ્યોતિષ

જલમાં બકા (પૂરબ કોહલી) એક જ્યોતિષ છે કે જે પાણી અંગે ભવિષ્યવાણી કરે છે.

સમસ્યાનું નિદાન

સમસ્યાનું નિદાન

બકા ગામમાં દુષ્કાળની સમસ્યાનું નિદાન કરવા માંગે છે.

વિદેશી મહિલાનું આગમન

વિદેશી મહિલાનું આગમન

એક દિવસ એક વિદેશી મહિલા પક્ષી વિજ્ઞાની (સૈદાહ જૂલ્સ)ની મદદે આવે છે. તે ગામમાં હંસાવર પક્ષીઓને બચાવવા માટે આવેલી હોય છે.

અને મુશ્કેલીઓ શરૂ

અને મુશ્કેલીઓ શરૂ

વિદેશી મહિલાની મદદના કારણે જ બકા મુશ્કેલીઓમાં મૂકાવવા લાગે છે.

પ્રેમ, દુશ્મનાવટ, છળ

પ્રેમ, દુશ્મનાવટ, છળ

જલ ફિલ્મમાં પાણીની તંગીની પૃષ્ઠભૂમિ સાથે જ પ્રેમ, સંબંધ, દુશ્મનાવટ, છળ તથા માનવ ચારિત્ર્યના કાળા પક્ષને પણ કંડારવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ

આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ

જલ ફિલ્મ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ, બુસાન ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તથા ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇંડિયા સહિત વિવિધ મંચોએ રજૂ કરાઈ ચુકી છે.

કંટેંટ્સના વખાણ

કંટેંટ્સના વખાણ

જલ ફિલ્મ પોતાના કંટેંટ્સના લીધે અગાઉથી જ વિવિધ મહોત્સવોમાં વખણાઈ ચુકી છે.

પૂરબ-તનિષ્ઠા-કીર્તિ

પૂરબ-તનિષ્ઠા-કીર્તિ

જલ ફિલ્મમાં પૂરબ કોહલી, તનિષ્ઠા ચૅટર્જી તેમજ કીર્તિ કુલ્હારી મુખ્ય ભૂમિકામાં છે.

સંગીતકાર સોનૂ-બિક્રમ

સંગીતકાર સોનૂ-બિક્રમ

ફિલ્મનું સંગીત પ્રસિદ્ધ ગાયક સોનૂ નિમ તેમજ તબલા વાદક બિક્રમ ઘોષે તૈયાર કર્યું છે.

પહેલી વાર

પહેલી વાર

સોનૂ-બિક્રમની જોડીએ પહેલી વાર કોઈ બૉલીવુડ ફિલ્મ માટે કમ્પોઝિંગ કરી છે.

શુભાનું શીર્ષક ગીત

શુભાનું શીર્ષક ગીત

પાર્શ્વ ગાયિકા શુભા મુદ્ગલે જલ ફિલ્મનું શીર્ષક ગીત ગાયું છે.

જુઓ જલ ફિલ્મનું ટ્રેલર

જુઓ જલ ફિલ્મનું ટ્રેલર.

English summary
Mukul Dev, Saidah Jules, Purab Kohli, Kirti Kulhari, Bickram Ghosh, Sonu Nigam and others during the trailer launch of film Jal in Mumbai on Feb 25, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X