Pics : પહેલા સ્ટુડન્ટ, પછી હીરો અને હવે વૃદ્ધ વરુણ!

\મુંબઈ, 9 એપ્રિલ : રૂપેરી પડદે સ્ટુડન્ટ તરીકે શરૂઆત કરનાર અને પછી બીજી ફિલ્મમાં હીરો તરીકે દર્શકોનું મનોરંજન કરનાર વરુણ ધવનની ઉંમર કેટલી છે? અમારા રેકૉર્ડ મુજબ તો વરુણ હાલ 26 વર્ષના છે, પરંતુ અમારૂં શીર્ષક કંઈક બીજી જ વાર્તા કહે છે. બૉલીવુડના શાનદાર દિગ્દર્શક ડેવિડ ધવનના પુત્ર વરુણની ઉંમર ભલે 26 વર્ષ છે, પરંતુ તેઓ હવે રૂપેરી પડદે એક 60 વર્ષના વૃદ્ધની ભૂમિકામાં આવવાનાં છે.

કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડમાં સફળ મંડાણ કરનાર વરુણ ધવને પોતાના બળે પોતાનું સ્થાન બનાવ્યું છે, તો વરુણની તાજેતરમાં જ રિલીઝ થયેલ પિતા ડેવિડ ધવન દિગ્દર્શિત ફિલ્મ મૈં તેરા હીરો પણ સારી એવી સફળ રહી છે. વરુણ આ સફળતાથી ઉત્સાહિત છે અને રૂપેરી પડદે સ્ટુડન્ટ તથા હીરો તરીકે રજૂ થયા બાદ હવે તેઓ સાઇઠ વર્ષના વૃદ્ધ તરીકે દેખાવાની તૈયારી કરી રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જાણીએ કે શું કહે છે વરુણ ધવન :

વરુણ ધવન

વરુણ ધવન

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અભિનેતા વરુણ ધવન પોતાની વાસ્તવિક ઉંમર કરતાં સાડા ત્રણ દાયકા મોટી વયનું પાત્ર ભજવવાનાં છે.

આધુનિક ગોવિંદા

આધુનિક ગોવિંદા

વરુણ ધવન પોતાના પિતાની ફિલ્મ મૈં તેરા હીરોમાં નવા જમાનાના ગોવિંદાની ભૂમિકા ભજવી ચુક્યાં છે.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

વરુણ ધવનની આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં એક સામાન્ય યુવાનની ભૂમિકામાં દેખાવાનાં છે.

રાઘવનની ફિલ્મ

રાઘવનની ફિલ્મ

સ્ટુડન્ટ, હીરો અને સામાન્ય યુવાનની ભૂમિકા બાદ વરુણ હવે શ્રીરામ રાઘવનની ફિલ્મ તરફ વળી રહ્યાં છે કે જેનું ટાઇટલ હજી નક્કી નથી થયું.

પડકારજનક ભૂમિકા

પડકારજનક ભૂમિકા

વરુણ કહે છે - શ્રીરામ રાઘવનની ફિલ્મમાં હું કદાચ સૌથી પડાકરજનક ભૂમિકામાં હોઇશ કે જે હું મારા કૅરિયરમાં કદાચ જ કરત. હું જાણુ છું કે મેં હજી પોતાની સફર શરૂ જ કરી છે, પણ શ્રીરામની ફિલ્મ મને એક ખૂબ જ ગંભીર પાત્ર આપી રહી છે.

અભૂતપૂર્વ ભૂમિકા

અભૂતપૂર્વ ભૂમિકા

વરુણે જણાવ્યું - હું શરત સાથે કહી શકું કે આ અત્યાર સુધી ન ભજવાયેલી સૌથી મુશ્કેલ ભૂમિકા હશે. મેં અનેક પેઢીઓમાંથી પસાર થઈ પોતાના પાત્રો ભજવ્યાં. મેં પોતાની સાચી વય કરતા મોટી અને નાની વયના પાત્રો ભજવ્યાં છે, પરંતુ મેં આના જેવી ભૂમિકા અગાઉ ક્યારેય નથી જોઈ.

બનાવટી સામગ્રીની જરૂર પડશે

બનાવટી સામગ્રીની જરૂર પડશે

વરુણને રાઘવનની ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે વધુ ખુલાસો કરવાની મંજૂરી નથી. જોકે જણાવાયું છે કે વરુણને પોતાના પાત્રનો વૃદ્ધ રૂપ ભજવવા માટે ઘણી બનાવટી અને કૃત્રિમ મદદની જરૂર પડશે.

વૃદ્ધ વરુણ

વૃદ્ધ વરુણ

શ્રીરામ રાઘવન હાલ તો વરુણના પાત્રના અલગ-અલગ રૂપો અંગે પ્રયોગો કી રહ્યાં છે. તેઓ વરુણના રૂપ અને શારીરિક હાવ-ભાવમાં મોટા ફેરફાર કર્યા વગર 60 વર્ષીય વૃદ્ધનો એક સજીવ રૂપ આપવાનો વિચાર કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X