
MeToo કેસમાં નાના પાટેકરને રાહત - કોર્ટે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા
બોલિવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ મી ટુ કેમ્પેઈન હેઠળ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ મામલો ઘણા દિવસો સુધી સમાચારોમાં છવાયેલો રહ્યો. પરંતુ આ મામલે હવે નાના પાટેકરને મોટી રાહત મળી છે. મુંબઈ પોલિસે અદાલતમાં 'બી' સમરી રિપોર્ટ ફાઈલ કર્યો છે. પોલિસે માન્યુ કે નાના સામે ખોટો કેસ બનાવવામાં આવ્યો અને ફરિયાદકર્તાએ દૂર્ભાવનાના કારણે આ ફરિયાદ ફાઈલ કરાવી હતી. તમને જણાવી દઈએ કે 'બી' સમરીનો અર્થ આરોપી સામે કોઈ પુરાવા મળ્યા નથી.
Tanushree Dutta alleged harassment case against Nana Patekar: Mumbai Police files a B Summary report in the case. A 'B summary' report is filed when police can not find evidence in support of the complaint and are unable to continue the investigation. pic.twitter.com/tVOof7WTX0
— ANI (@ANI) 13 June 2019
આ પણ વાંચોઃ Video: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન