જયાપ્રદા સાથે ફેસબુક પર છેડતી, ફરિયાદ નોંધાવી
મુંબઈ, 6 ફેબ્રુઆરી : સામાન્ય રીતે સાંભળવામાં આવે છે કે ફલાણી છોકરી સાથે ફેસબુક ઉપર અશ્લીલ હરકત થઈ છે, પરંતુ આપને જણાવી દઇએ કે ફેક અને ગુનેગાર પ્રકારના લોકો સેલિબ્રિટીઓને પણ નથી છોડતાં. માહિતી મળે છે કે અભિનેત્રી અને રામપુર ખાતેથી સાંસદ જયાપ્રદાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે તેમના નામે કોઇકે ફેક ફેસબુક ઍકાઉંટ બનાવ્યું છે અને તેની ઉપર હદ બહારના અશ્લીલ ફોટો નાંખી દીધાં છે. જેથી અનેક લોકોએ તેની ઉપર અશ્લીલ કૉમેન્ટ કરી છે.

જયાપ્રદાએ જણાવ્યું કે તસવીરો એટલી સારી રીતે મર્જ કરાઈ છે કે જેથી એ કળવું મુશ્કેલ છે કે આપની તસવીર સાચી કઈ છે અને ખોટી કઈ? જયાપ્રદા રાજ્યસભા સાંસદ અમર સિંહ સાથે સોમવારે સાયબર સેલ પહોંચ્યાં અને ફરિયાદ નોંધાવી.
જયાપ્રદાનું કહેવું છે કે તેમના નામે જે નકલી ફેસબુક ઍકાઉંટ ખોલવામાં આવ્યું છે, તેમાં અશ્લીલ સામગ્રીઓ તો છે જ, પરંતુ તેમાં ખોટા મૅસેજ અને ખોટી માહિતીઓ પણ આપવામાં આવી છે કે જે એક સાંસદ તરીકે તેમના યોગ્ય નથી. જયાએ પોલીસને વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
અત્યાર સુધી તો માત્ર કોંગ્રેસીઓ તરફથી આ પ્રકારની ફરિયાદો આવતી હતી કે જે અંગે કપિલ સિબ્બલે જણાવ્યુ હતું કે ફેસબુકે નકલી ઍકાઉંટ ઉપર નિયંત્રણ મૂકવાં જોઇએ, પરંતુ જયાપ્રદાની ફરિયાદ સાબિત કરી છે કે આ પ્રકારના કિસ્સા માત્ર કોંગ્રેસના નેતાઓ સાથે જ નથી બનતાં. જોઇએ પોલીસ કેવા પગલાં ભરે છે?












Click it and Unblock the Notifications
