મુશ્કેલીમાં છોટે નવાબ સૈફ, હેલીકૉપ્ટર જપ્ત

જયપુર, 10 જૂન : પુનઃ એક વાર ફિલ્મ અભિનેતા અને બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન વિવાદમાં સપડાયાં છે. જાણવા મળે છે કે જયપુર પોલીસે સૈફ અલી ખાનના એક એડ શૂટમાં વપરાયેલ હેલીકૉપ્ટર જપ્ત કરી લીધું છે, કારણ કે સ્થાનિક તંત્રની પરવાનગી વગર હેલીકૉપ્ટરને જયપુરમાં ઉતરાણ કરાવાઈ રહ્યુ હતું. તંત્રે આ અંગે એક કમ્પનીના બે અધિકારીઓની ધરપકડ કરી છે. તેમની સામે હેરાફેરીનો આરોપ લાગ્યો છે.

saif

આ અંગેની માહિતી અધિક પોલીસ કમિશ્નર ડૉ. ગિરીરાજ મીણાએ મીડિયાને આપી. મીણાએ જણાવ્યું કે 31મી મેના રોજ સૈફ અલી ખાનને લઈ એડ શૂટ કરનાર કમ્પનીએ આમેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પાસે પરવાનગી માંગી હતી કે જેનો તંત્રે ઇનકાર કરી દીધો હતો. આમ છતાં કમ્પનીએ શૂટિંગ માટે આ વિસ્તારમાં હેલીકૉપ્ટર ઉતાર્યું.

માહિતી મળતાં જ સ્થાનિક વહિટવતી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું અને એડ વાળાઓ પાસે પરવાનગી અંગેના કાગળ માંગ્યાં કે જે તેમની પાસે નહોતાં. બાદમાં પોલીસે હેલીકૉપ્ટર જપ્ત કરી લીધું. આ હેલીકૉપ્ટર ક્રિએશન એંટરટનેમેંટનું છે.

નોંધનીય છે કે બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અંગે વિવાદમાં સપડાયાના સમાચારો સમયાંતરે આવતાં રહે છે. અગાઉ તેમની સામે ફર્જીવાડા અને મારપીટના આરોપો લાગી ચુક્યાં છે. આ બનાવ અંગે સૈફ અલી ખાન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બેબો કરીના કપૂર સાથે લગ્ન કર્યા બાદ વધુ ચર્ચામાં રહેતાં સૈફની છેલ્લી ફિલ્મ ગો ગોવા ગોન હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X