For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમાલ આર ખાને COVID19 પર નેતાઓને 10 કરોડ દાન કરવાની માંગ કરી, બોલ્યા- આમની પાસે જે છે તે પબ્લિકનું છે

કમાલ આર ખાને COVID19 પર નેતાઓને 10 કરોડ દાન કરવાની માંગ કરી, બોલ્યા- આમની પાસે જે છે તે પબ્લિકનું છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોનાવાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે કેટલાય ફિલ્મી કલાકારોએ દાન પણ આપ્યું છે. કોરોના વાયરસને લઈ હાલમાં જ બૉલીવુડ એક્ટર કમાલ આર ખાને ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં કમાલ આર ખાને કહ્યું કે દરેક નેતાએ કોરોના વાયરસ માટે ઓછામા ઓછા 10 કરોડ રૂપિયાનું દાન કરવું જોઈએ. જેની આગળ તેમણે લખ્યું કે જે તેમની પાસે છે તે પબ્લિકનું જ તો છે. કમલ આર ખાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, સાથે જ લોકો ભારે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Coronavirus

કમલ આર ખાને પોતાના ટ્વીટમાં નેતાઓને પૈસા દાન આપવાની સલાહ આપી. તેમણે લખ્યું, દરેક રાજનેતાએ કોરોના વાયરસ સામે લડવા માટે 10 કરોડ રૂપિયા દાન કરવા જોઈએ. તેમની પાસે જે છે તે પબ્લિકનું જ તો છે. જણાવી દઈએ કે કોવિડ-10 માટે પ્રકાશ રાજ, કમલ હાસન, રાહત ઈન્દોરી અને કેટલાય બૉલીવુડ કલાકારોએ દાન આપ્યું છે, ટીવીના સુપરસ્ટાક કપિલ શર્માએ પણ કોરોના વાયરસથી લડવા માટે 50 લાખ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં દાન આપ્યા છે. જ્યારે કમાલ આર ખાનની વાત કરીએ તો તેઓ પોતાના વિચારોને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

જણાવી દઈએ કે દેશણાં કોરોનાવાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. અત્યાર સુધી કુલ 700 લોકો તેના લપેટામાં આવી ચૂક્યા છે, સાથે જ 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ વાયરસથી બચાવ માટે પીએમ મોદીએ 24 માર્ચે દેશનો સંબોધિત કરતા આખા દેશમાં 21 દિવસના લૉકડાઉનની ઘોષણા કરી હતી. આખા દેશમાં સખ્તીથી લૉકડાઉનનું પાલન થઈ રહ્યું છે.

કોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયાકોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયા

English summary
political leader should give donation of 10 crore amid corona scare
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X