પહેલા નશાની શુટિંગ દરમિયાન અચાનક પૂજા બેદીનુ સ્કર્ટ ઉડ્યુ, પછી જે થયુ…
પૂજા બેદીની ગણતરી બોલિવૂડની કેટલીક બિંદાસ્ત અભિનેત્રીઓમાં થાય છે. પુજા બેદીને જો જીતા વહી સિંકદરમાં તેના પહેલા નશા સોંગ માટે આજે પણ યાદ કરવામા આવે છે.
ફરાહ ખાનની ગણતરી બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર્સમાં થાય છે. તેણે પહેલીવાર ફિલ્મ સિકંદરના પહેલા નશા ગીતની કોરિયોગ્રાફી કરી હતી. હવે ફરાહ ખાને આ ગીત સાથે જોડાયેલી સ્ટોરી શેર કરી છે.

ફરાહે કહ્યું કે ગીતના શૂટિંગ દરમિયાન તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. રેડિયો નશા સાથેની મુલાકાતમાં ફરાહ ખાને અભિનેત્રી પૂજા બેદી સાથેના શૂટિંગના દિવસોને યાદ કર્યા.
તેણીએ કહ્યું કે, પહેલા નશા ગાવા માટે પૂજા બેદીને કાર પર ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું અને કેટલાક સ્ટાફે પંખાની મદદથી તેનું સ્કર્ટ નીચેથી ઉડાડવાનું હતું.
આ ઘટનાને યાદ કરતાં ફરાહ ખાને કહ્યું કે, મેં પૂજાને કહ્યું હતું કે જ્યારે પંખો બંધ થઈ જાય ત્યારે તું તારૂ સ્કર્ટ નીચો કરી લેજે. જ્યારે પ્રથમ શોટ ચલાવવામાં આવ્યો ત્યારે પૂજાએ તેનું સ્કર્ટ નીચે ઉતારવું જોઈતું હતું પરંતુ તેણે તેમ કર્યું નહીં અને તેનું આખું સ્કર્ટ ઉડી ગયું અને પંખો પકડેલા સ્પોટ બોયએ જે જોયું તે પછી તે બેહોશ થઈ ગયો.
ફરાહ ખાને કહ્યું કે, પૂજા બેદી કૂલ હતી. તેણીએ પ્રતિક્રિયા આપી જાણે તેને શું થયું તેની પરવા ન હોય. ફરાહ ખાને એ પણ ખુલાસો કર્યો કે આ ગીત શરૂઆતમાં દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાને કરવાનું હતું. પરંતુ બાદમાં આ પ્રોજેક્ટ ફરાહ ખાન પાસે આવ્યો.
જણાવી દઈએ કે ફિલ્મ સિકંદર વર્ષ 1992માં રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
જણાવી દઈએ કે, પૂજા બેદીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ખૂબ જ વહેલા દૂર થઈ ગઈ હતી. વર્ષ 1994માં તેણે ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા. એવા પણ અહેવાલ હતા કે લગ્ન પછી અભિનેત્રીએ ઇસ્લામ કબૂલ કર્યો હતો. જો કે લગ્નના 12 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. વર્ષ 2003માં પૂજા બેદીએ છૂટાછેડાની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
