પુણેમાંથી પકડાયો પૂજાને ધમકાવનાર આશિષ

પોલીસ સતત આ યુવાનને પકડવાના પ્રયત્નો કરી રહી હતી અને આખરે આજે સવારે તેને પુણેમાંથી ઝપડી લેવાયો. આશિષ નામના આ યુવાને માત્ર પૂજા ભટ્ટને જ નહીં, પણ મહેશ ભટ્ટને પણ અનેક ધમકીભર્યા મૅસેજો મોકલ્યા હતાં. પૂજાએ જણાવ્યું હતું કે ધમકી આપનાર કૉલરે તેમને જ નહીં, પણ તેમના પિતાને પણ મિસ્ડ કૉલ્સ કર્યાં.
આખરે પોલીસે આશિષ સુવર્ણકાની પુણેથી ધરપકડકરી લીધી. આશિષની પૂછપરછ કરાઈ રહી છે કે શું કામ તે એવું કરી રહ્યો હતો. જોકે એમ કહેવાય છે કે આ યુવાનનું માનવું છે કે તે માત્ર પૂજા ભટ્ટને હેરાન કરવા માંગતો હતો. તેથી આ પ્રકારના અશ્લીલ અને ધમકી ભર્યાં મૅસેજો મોકલતો હતો. મહેશ ભટ્ટને મિસ્ડ કૉલ કરવાનો ઉદ્દેશ પણ આ જ હતો.












Click it and Unblock the Notifications
