ક્રિકેટર સાથે લગ્ન કરવા જઈ રહી છે પૂજા હેગડે? જાણો કોણ છે સપનાનો રાજકુમાર?

બોલિવૂડ અને સાઉથમાં પોતાની ખૂબસૂરતીનો જાદુ પાથરનારી અભિનેત્રી પૂજા હેગડે તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. બોલ્ડનેસને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી પૂજા ભટ્ટ આ દિવસોમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે.

અહેવાલો અનુસાર, પૂજા હેગડે લાંબા સમયથી એક ક્રિકેટરને ડેટ કરી રહી છે અને ટૂંક સમયમાં તે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. હવે ખુદ પૂજા હેગડેએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.

Pooja Hegde

પૂજા હેગડેના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી સમાચાર આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મુંબઈના એક ક્રિકેટરને ડેટ કરી રહી છે. આ પહેલા અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે પૂજા હેગડે કર્ણાટકના એક ક્રિકેટર સાથે રિલેશનશિપમાં છે.

જો કે હવે પૂજા હેગડેએ લગ્નના સમાચાર પર મૌન તોડ્યું છે અને કહ્યું કે, મને પણ સમાચારો પરથી ખબર પડી કે હું લગ્ન કરી રહી છું. પૂજાએ કહ્યું કે, આ તમામ સમાચાર ખોટા છે. હું સિંગલ છું અને કોઈની સાથે રિલેશનશિપમાં નથી.

પૂજા હેગડેએ કહ્યું કે, જે દિવસે હું રિલેશનશિપમાં પ્રવેશીશ ત્યારે હું બધાને કહીશ, તેમાં છુપાવવા જેવું કંઈ નથી. પૂજા હેગડેએ કહ્યું કે, અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન મારા કરિયર પર છે અને હું મારું ધ્યાન ત્યાંથી હટાવવા માંગતી નથી, તેથી હું લગ્ન વિશે વિચારતી નથી.

જણાવી દઈએ કે, લોકો પૂજાને રિતિક રોશનની હિરોઈન તરીકે ઓળખે છે. તેણીએ તેની સાથે વર્ષ 2016માં ફિલ્મ મોહેં જો દડોથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેની ફિલ્મોની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી થઈ હતી. તેણે રાધે શ્યામ, બીસ્ટ, હાઉસફુલ 4 જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X