સલમાન પર રેપનો આરોપ લગાવીને ખરાબ રીતે ફસાઈ આ એક્ટ્રેસ

સલમાન પર રેપનો આરોપ લગાવીને ખરાબ રીતે ફસાઈ આ એક્ટ્રેસ

આ દિવસોમાં #MeToo કેમ્પેઈન જબરદસ્ત ચાલી રહ્યું છે, દરમિયાન કેટલીય એક્ટ્રેસે પોતાની સાથે થેયલ ઘટનાઓના ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ કેમ્પેઈનમાં કેટલીય મોટી હસ્તીઓનાં નામ સામે આવી રહ્યાં છે. દરમિયાન એક એક્ટ્રેસે સલમાન ખાનનું નામ પણ લીધું છે. આ એક્ટ્રેસ બીજું કોઈ નહિ બલકે પૂજા મિશ્રા છે. પૂજાએ સલમાન ખાન અને એના બંને ભાઈઓ પર રેપનો આરોપ લગાવ્યો છે. જો કે આવા આરોપો લગાવ્યા બાદ ખુદ પૂજા મિશ્રાની જ મુશ્કેલીમાં વધારો થયો છે.

જી હા, સલમાન ખાન પર આરોપ લગાવ્યા બાદ પૂજા મિશ્રા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે, લોકો તેને પાગલ ગણાવી રહ્યા છે અને પૂજાને એના દિમાગનો ઈલાજ કરાવવાની સલાહ સુદ્ધા આપી બેઠા. જો કે કેટલાય લોકોએ એમપણ લખ્યું કે પૂજા મિશ્રા એમને જૂઠી અને દગાબાજ લાગી રહી છે. જણાવી દઈએ કે પૂજાએ શત્રુઘ્ન સિન્હા પર પણ કાળા જાદૂનો અને રેપનો આરોપ લગાવ્યો હતો.

કેટલાય લોકો પર લાગ્યો આરોપ

કેટલાય લોકો પર લાગ્યો આરોપ

ઉલ્લેખનીય છે કે પૂજા ઉપરાંત કેટલીય એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રીના નામી ચેહરાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આગળ જાણો અત્યાર સુધીમાં #MeToo કેમ્પાઈન અંતર્ગત કયા કયા લોકો પર આરોપો લાગ્યા છે.

નાના પાટેકર

નાના પાટેકર

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ લગાવ્યો કે 2008માં ફિલ્મ હૉર્ન ઓકેના સેટ પર એક ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેને ખોટી રીતે અડી હતી. તનુશ્રીના આ ખુલાસા બાદ બૉલીવુડમાં મિ ટૂ કેમ્પેઈનનો સિલસિલો શરૂ જ થયો હતો.

વિકાસ બહલ

વિકાસ બહલ

ક્વીન જેવી ફિલ્મ આપનાર ડિરેક્ટર વિકાસ બહલનું નામ પણ સામે આવ્યું છે. જ્યાં ઑફિસમાં કામ કરતી પૂર્વ કર્મચારી સહિત કંગના રનૌત અને એક્ટ્રેસ નયની દીક્ષિતે પણ વિકાસ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

આલોક નાથ

આલોક નાથ

ટીવી પ્રોડ્યૂસર વિનતા નંદાએ ફેસબુક પોસ્ટ દ્વારા સંસ્કારી અભિનેતા આલોકનાથ પર રેપ જેવા ગંભીર આરોપો લાગ્યો. જે બાદ એક્ટ્રેસ સંધ્યા મૃદુલ, દીપિકા અમીન અને ફિલ્મ હમ સાથ સાથ હૈની એક ક્રૂ મેમ્બરે પણ આલોક નાથ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

સાજિદ ખાન

સાજિદ ખાન

સાજિદ ખાન પર ત્રણ મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. હમશકલ્સની એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે જણાવ્યું કે કેવી રીતે સાજિદ ખાને મહિનાઓ સુધી તેનું શારીરિક, માનસિક શોષણ કર્યું. જે બાદ અન્ય મહિલાઓએ પણ પોતાની આપવીતી જણાવી હતી.

સુભાષ ઘઈ

સુભાષ ઘઈ

તાલ, પરદેસ, ખલનાયક જેવી ફિલ્મોના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર સુભાષ ઘઈ પર પણ એક મહિલાએ ડ્રગ્સ આપી રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે સુભાષ ઘઈએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

સુભાષ કપૂર

સુભાષ કપૂર

વર્ષ 2012માં એક્ટ્રેસ ગીતિકા ત્યાગીએ નિર્દેશક સુભાષ કપૂર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ સંબંધમાં એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં ગીતિકા સુભાષ કપૂરને થપ્પડ મારતી દેખાઈ રહી હતી. આમિર ખાને સુભાષ કપૂરની આગામી ફિલ્મ કરવાની ના પાડી દીધી છે.

અભિજીત ભટ્ટાચાર્ય

અભિજીત ભટ્ટાચાર્ય

એક મહિલાએ સિંગ અભિજીત ભટ્ટાચાર્ય પર પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા પર શેર પોસ્ટમાં મહિલાએ લખ્યું હતું કે 20 વર્ષ પહેલાની વાત છે જ્યારે અભિજીતે કોલકાતાના એક પબમાં એને જબરદસ્તીથી પકડી હતી અને કિસ કર હતી. સાથે જ અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો.

રજત કપૂર

રજત કપૂર

એક્ટર રજત કપૂર પર મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે રજત કપૂરે ટેલિફોનિક ઈન્ટર્વ્યૂ દરમિયાન એની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એમણે ફોન પર જ મહિલા પત્રકારના અવાજને સેક્સી કહ્યું અને અભદ્ર વાતચીત કરી હતી. આ મામલે રજતે માફી પણ માંગી છે.

કૈલાશ ખેર

કૈલાશ ખેર

સિંગર કૈલાશ ખેર પર એક મહિલા પત્રકારે છેડતીનો આરોપ લગાવ્યો. પત્રકારે જણાવ્યું કે એમના ઘરે ઈન્ટર્વ્યૂ લેવા ગઈ ત્યારે છેડતી થઈ હતી. ઉપરાંત સિંગર સોના મહાપાત્રાએ પણ કૈલાશ ખેર પર ગંભીર આરોપો લગાવ્યા છે. જો કે કૈલાશ ખેરે આ મામલે માફી માગી લીધી છે.

જુલ્ફી સૈય્યદ

જુલ્ફી સૈય્યદ

મૉડલ-એક્ટર અને બિગ બૉસમાં આવી ચૂકેલ જુલ્ફી સૈયદ પર પત્રકાર નતાશા હેમરજાનીએ છેડતી અને જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો હતો. પત્રકારણે જણાવ્યું કે જુલ્ફીએ એને રૂમમાં બંધ કરી જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી.

પીયુષ મિશ્રા

પીયુષ મિશ્રા

સીનિયર અભિનેતા અને લેખક પીયુષ મિશ્રા પર પણ મહિલા પત્રકારે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. કેતકીએ લખ્યું કે પીયુષ મારો હાથ પકડીને સેહલાવવા લાગ્યો હતો અને છોડવાનું નામ જ નહોતો લઈ રહ્યો. હું એની બહુ મોટી ફેન હતી.

તન્મય ભટ્ટ અને ગુરસિમરન ખંભા

તન્મય ભટ્ટ અને ગુરસિમરન ખંભા

વેબ ચેનલ એઆઈબીના બે સિનિયર પાર્ટનર તન્મય ભટ્ટ અને ગુરસિમરન ખાંભા પર મહિલા કર્મચારીઓ સાથેના દુર્વ્યવહાર અને યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. બંનેએ ચેનલમાંથી રાજીનામું આપી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X