OMG : એમએમએસ લીક બાદ પૂનમની વેબસાઇટ હૅક્ડ!
મુંબઈ, 27 જાન્યુઆરી : સેક્સી પૂનમ પાન્ડે જે ન કરે, તો ઓછું જ છે, પરંતુ આ વખતે લોકોને આશ્ચર્યમાં મૂકનાર પૂનમ પાન્ડે સાથે જ કંઇક આશ્ચર્યજનક કૃત્ય થઈ ગયું છે. હવે આ પૂછશો કે એવું તે શું થઈ ગયો, તો સાંભળો. સેક્સી ગર્લ પૂનમ પાન્ડેની વેબસાઇટ www.poonampandey.co.in આજે સવારે કોઈકે હૅક કરી લીધી છે. આ માહિતી ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડેએ જ ટ્વિટર વડે આપી છે.
મૅડમે ટ્વીટ કર્યું છે - પ્લીઝ હેલ્પ, મારી વેબસાઇટ હૅક થઈ ગઈ છે. હૅક કરનારાઓએ કાશ્મીર માટે અવાજ ઉઠાવવાની માંગ કરી છે. હું બહુ નિરાશ અને ભયભીત છું. પૂનમે વેબસાઇટ હૅક થયા બાદ વધુ એક ટ્વીટ કર્યું - હું પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જઈ રહી છું. પૂનમ પાન્ડેએ તાજેતરમાં જ નશા ફિલ્મ કરી હતી કે જે ફ્લૉપ રહી હતી.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અંગત ક્ષણો સાથે છેડછાડ...
ગત મહીને પૂનમ પાન્ડેએ લખ્યુ હતું કે કોઈ તેમની અંગત ક્ષણો સાતે સતત છેડછાડ કરી રહ્યું છે કે જેથી તેઓ ડિપ્રેશનમાં છે. તેમના પર્સનલ વીડિયો કે જેનું નામ છે પૂનમ કી રાતને કોઇકે ઇંટરનેટ ઉપર લીક કરી નાંખ્યો છે.

પૂનમ કી રાતમાં એન્જૉય
પૂનમ કી રાતમાં હંમેશા મુજબ ઉત્તેજક ભાવભંગિમાઓ તેમજ અશ્લીલ કપડાંમા પૂનમ પાન્ડે પોતાના મિત્રો સાથે પાર્ટી એન્જૉય કરતા હતાં.

લીક થયો વીડિયો
પૂનમે ટ્વીટ કર્યુ હતું - હું પોતાના અંગત એમએમએસ લીક થતા બહુ દુઃખી છું. નથી જાણતી કે કઈ રીતે મારો પર્સનલ પાર્ટી વીડિયો વૉટ્સ ઍપ ઉપર વાયરલ થયો છે. કોઈ પણ વ્યક્તિની જેમ મારી પણ અંગત ક્ષણો છે કે જે હું અંગત રાખવા માંગુ છું, પણ કોઇક છે કે જે એમ નથી ઇચ્છતું.

કોણ પડ્યું છે પાછળ
પહેલા એમએમએસ અને હવે વેબસાઇટ હૅક થતા સ્વાભાવિક છે કે મૅડમ પૂનમ પાન્ડે પાછળ કોઈ ને કોઈ જરૂર પડ્યું છે કે જેનો ઇરાદો માત્રને માત્ર પૂનમને પરેશાન કરવાનો જ છે.

હકીકત કે સ્ટંટ?
જોકે પૂનમ પાન્ડે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જઈ રહ્યાં છે, પરંતુ બીજી બાજુ ચર્ચા એ છે કે હંમેશા ચર્ચામાં રહેવા માંગતા પૂનમ પાન્ડે સાથે આ હકીકતમાં કંઇક બન્યું છે કે માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.












Click it and Unblock the Notifications
