For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે કર્યો ક્રિમિનલ કેસ, જાણો શું છે કેસ?

વિવાદિત મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ-બિઝનેસમેન રાજ કુંદ્રા અને તેમના સહયોગી સૌરભ કુશવાહા પર ક્રિમિનલ કેસ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

વિવાદિત મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ-બિઝનેસમેન રાજ કુંદ્રા અને તેમના સહયોગી સૌરભ કુશવાહા પર ક્રિમિનલ કેસ કર્યો છે. પોલિસ દ્વારા રાજ કુંદ્રા સામે એફઆઈઆર ન નોંધાવાના કારણે પૂનમ હાઈકોર્ટમાં ગઈ છે. વાસ્તવમાં આ વિવાદ વર્ષ 2019નો છે જ્યારે પૂનમ પાંડેએ આર્મ્સ પ્રાઈમ મીડિયા નામની એક ફર્મ સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો, પૂનમે આ કોન્ટ્રાક્ટ પોતાના નામથી એક એપ મેળવવા માટે સાઈન કર્યો હતો જેના માટે તેને રેવન્યુમાં યોગ્ય હિસ્સો આપવાનુ વચન આપવામાં આવ્યુ હતુ.

પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પર કર્યો કેસ

પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પર કર્યો કેસ

પરંતુ પૂનમનુ કહેવુ છે કે કોન્ટ્રાક્ટ સાઈન કર્યા બાદ તેની સાથે છેતરપિંડી શરૂ થઈ ગઈ, જેટલા શેરિંગની વાત કરી હતી, એટલા શેર આપવામાં નહોતા આવી રહ્યા એટલે પૂનમે કોન્ટ્રાક્ટ પાછો લઈ લીધો.

પૂનમે ત્રણ મહિના માટે દેશ પણ છોડી દીધો હતો...

પૂનમે ત્રણ મહિના માટે દેશ પણ છોડી દીધો હતો...

તેના પછી તેની પર પ્રાઈવેટ નંબરોથી ઘણા પ્રકારના અનુરોધના કૉલ આવવા લાગ્યા. તેના જણાવ્યા મુજબ આ બધાથી કંટાળીને તેણે ત્રણ મહિના માટે દેશ છોડી દીધો હતો. પરંતુ પાછા આવ્યા બાદ પણ તેને આ જ બધુ સહન કરવુ પડી રહ્યુ છે. કંટાળીને તેણે પોતાનો નંબર બદલી દીધો છે.

પોલિસે કુંદ્રા સામે ન નોંધી એફઆઈઆર

પોલિસે કુંદ્રા સામે ન નોંધી એફઆઈઆર

પરંતુ નંબર બદલ્યા બાદ પણ આ સિલસિલો ચાલુ રહ્યો તો તે પોલિસ પાસે પહોંચી પરંતુ કેસ રાજ કુંદ્રા સાથે જોડાયેલો હતો એટલે પોલિસે એફઆઈઆર નોંધી નહિ. ત્યારબાદ હવે તે હાઈકોર્ટ પહોંચી છે. આ વિશે રાજ કુંદ્રાના સહયોગી સૌરભ કુશવાહાએ કહ્યુ કે આર્મ્સપ્રાઈમ મીડિયા તેમની ફર્મ છે અને જ્યારે તેમણે પૂનમ પાંડે વિશે માલુમ પડ્યુ તો તેમણે ખુદ જ કરાર ખતમ કરી દીધો હતો, જે પૂનમને ખરાબ લાગ્યુ, જેના કારણે તે હવે આ પ્રકારની વાતો કરી રહી છે.

આ પણ વાંચોઃ મતદાન વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ વધારી ભાજપની ચિંતા, ઝાડુને મળી રહ્યા છે બંપર વોટઆ પણ વાંચોઃ મતદાન વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ વધારી ભાજપની ચિંતા, ઝાડુને મળી રહ્યા છે બંપર વોટ

English summary
Poonam Pandey has moved to Bombay High Court after the police refused to register an FIR against Raj Kundra and his associates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X