For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂનમ પાંડેએ ખોલ્યા રાજ કુંદ્રાના રાઝ, 'મારો નંબર અશ્લીલ મેસેજ સાથે કર્યો હતો લીક, 3 મહિના માટે દેશ છોડ્યો'

એક વાર ફરીથી પૂનમ પાંડેએ રાજ કુંદ્રા વિશે ઘણા મોટા દાવા કર્યા છે અને તેના પર સંગીન આરોપ લગાવ્યા છે. એટલુ જ નહિ પૂનમ પાંડેનો આરોપ છે કે રાજ કુંદ્રાએ તેને ધમકી પણ આપી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૉર્ન ફિલ્મો બનાવવા અને તેને ઑનલાઈન શેર કરવાના આરોપમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલિસે ધરપકડ કરી લીધી છે. રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ ફિલ્મ અભિનેત્રી પૂનમ પાંડેએ ખુલીને રાજ કુંદ્રા સામે ઘણા આરોપ લગાવ્યા હતા. તેણે રાજ કુંદ્રા પર તેને એડલ્ટ ફિલ્મોમાં લાવવા, તેમની એપમાં છેતરપિંડીના ઘણા આરોપ લગાવ્યા હતા. એક વાર ફરીથી પૂનમ પાંડેએ રાજ કુંદ્રા વિશે ઘણા મોટા દાવા કર્યા છે અને તેના પર સંગીન આરોપ લગાવ્યા છે. એટલુ જ નહિ પૂનમ પાંડેનો આરોપ છે કે રાજ કુંદ્રાએ તેને ધમકી પણ આપી હતી.

બળજબરીપૂર્વક કર્યુ દબાણ, ધમકી આપવામાં આવી

બળજબરીપૂર્વક કર્યુ દબાણ, ધમકી આપવામાં આવી

તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ રાજ કુંદ્રા સામે 2019માં ફરિયાદ કરાવી હતી. પૂનમે આ ફરિયાદ રાજ કુંદ્રા સામે છેતરપિંડી અને ચોરી માટે કરી હતી. પૂનમ પાંડેએ પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે રાજ કુંદ્રાએ વાંધાજનક મેસેજ સાથે તેનો ફોન નંબર લીક કર્યા હતો. આ ઘટના વિશે વાત કરતા પૂનમે કહ્યુ કે મને ધમકી આપવામાં આવી હતી અને દબાણ કરવામાં આવ્યુ હતુ કે હું તેમની સાથે બળજબરીથી કૉન્ટ્રાક્ટ સાઈન કરુ. પૂનમ પાંડેએ ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે મને બળજબરીપૂર્વક કૉન્ટ્રાક્ટ સાઈન કરવા માટે દબાણ કરવામાં આવ્યુ. મારે તેમના માટે શૂટ કરવાનુ હતુ. પોઝ કરવાનુ હતુ, જો હું આમ ન કરુ તો તેમણે મારી વ્યક્તિગત માહિતી અને વસ્તુઓ લીક કરવાની ધમકી પણ આપી હતી. એટલુ જ નહિ પૂનમે કહ્યુ કે જ્યારે હું કૉન્ટ્રાક્ટ સાઈન નહોતી કરવા માંગતી અને મે કૉન્ટ્રાક્ટને ખતમ કરવાનો નિર્ણય કર્યો તો આ લોકોએ મારો પર્સનલ ફોન નંબર મારા મેસેજ સાથે લીક કરી દીધો.

અશ્લીલ ફોન અને મેસેજ આવતા હતા

અશ્લીલ ફોન અને મેસેજ આવતા હતા

પોતાના લીક મેસેજ વિશે પૂનમે કહ્યુ કે તેમાં કૉલ મી નાઉ, હું તમારા માટે એપ પર સ્ટ્રિપ કરીશ જેવા મેસેજ લીક કરવામાં આવ્યા. મને હજુ પણ યાદ છે કે મને દરેક જગ્યાએ ફોન આવવા લાગ્યા હતા, આ કૉલ ડઝનમાં નહિ પરંતુ હજારોમાં હતા. ક્યારેક અડધી રાતે મને ફોન આવતા, લોકો મારી સાથે અશ્લીલ વાતો કરતા અને અશ્લીલ સેવાઓ આપવા માટે કહેતા હતા. લોકોએ મને પૉર્ન વીડિયો અને ફોટા મોકલવાનુ શરૂ કરી દીધુ હતુ. હું એટલી ડરી ગઈ હતી કે મે મારુ ઘર પણ છોડી દીધુ હતુ. મને લાગતુ હતુ કે મારી સાથે કંઈ ખરાબ થઈ શકે છે.

કરાર ખતમ થયા બાદ પણ રાજ કુંદ્રા કરી રહ્યો હતો કમાણી, રાજ કુંદ્રાએ આરોપો ફગાવી દીધા

કરાર ખતમ થયા બાદ પણ રાજ કુંદ્રા કરી રહ્યો હતો કમાણી, રાજ કુંદ્રાએ આરોપો ફગાવી દીધા

પોતાની ફરિયાદમાં પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રા અને તેના સહયોગીઓએ ગેરકાયદે રીતે તેના કન્ટેન્ટનો ઉપયોગ કર્યો. મારો તેમની સાથેનો કૉન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો હોવા છતાં આ લોકો મારા કન્ટેન્ટનો ઉપયોગ કરતા હતા. જો કે બાદમાં રાજ કુંદ્રાએ આ આરોપોને ધરમૂળથી ફગાવી દીધા હતા. રાજ કુંદ્રાએ આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ રાજ કુંદ્રાની કંપની આર્મ્સપ્રાઈમ મીડિયા સાથે કૉન્ટ્રાક્ટ સાઈન કર્યા હતા કે જે પૂનમ પાંડેની એપ હેન્ડલ કરતી હતી. પૂનમ પાંડેએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે રાજ કુંદ્રા અને તેના સહયોગી મારા કન્ટેન્ટથી પૈસા કમાઈ રહ્યા હતા.

શિલ્પા શેટ્ટી અને બાળકો માટે દુઃખ

શિલ્પા શેટ્ટી અને બાળકો માટે દુઃખ

શિલ્પા શેટ્ટી માટે ચિંતા વ્યક્ત કરીને પૂનમે કહ્યુ કે એ વિચારીને દુઃખ થઈ રહ્યુ છે કે છેવટે શિલ્પા અને તેના બાળકો પર શું ગુજરી રહ્યુ હશે. હું કલ્પના પણ નથી કરી શકતી કે તે કેવા સમયમાંથી પસાર થઈ રહી હશે. આવા સમયમાં હું મારુ દુઃખ લોકો સામે વ્યક્ત કરવા નથી માંગતી. હું માત્ર એટલુ કહેવા માંગુ છુ કે મે 2019માં રાજ કુંદ્રા સામે કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ બૉમ્બે હાઈકોર્ટમાં પણ તેની સામે છેતરપિંડી અને ચોરીનો કેસ કરાવ્યો હતો. આ કેસ હજુ પણ વિચારાધીન છે. માટે હું આ વિશે બીજુ કંઈ કહેવા માંગતી નથી. મને પોલિસ અને ન્યાયપાલિકા પર પૂરો ભરોસો છે.

બૉમ્બે હાઈકોર્ટ પહોંચી પૂનમ પાંડે

બૉમ્બે હાઈકોર્ટ પહોંચી પૂનમ પાંડે

આ પહેલા પૂનમ પાંડેએ બૉમ્બે હાઈકોર્ટ પહોંચી હતી અને રાજ કુંદ્રા તેમજ તેના સહયોગીઓ સામે કેસ કરાવ્યો હતો. આ કેસ પૂનમની એપ સાથે જોડાયેલો હતો. જો કે રાજ કુંદ્રાનુ કહેવુ છે કે તેણે એ કંપનીના પોતાના શેર વેચી દીધા હતા કે જે પૂનમની એપ માટે કામ કરતી હતી. પરંતુ પૂનમનુ કહેવુ છે કે મે એ એપ સાથે કામ શરૂ કર્યુ હતુ કે કે જે મારા નામ પર હતી, તેને માર્ચ 2019માં શરૂ કરવામાં આવી હતી. અમારી વચ્ચે પૈસાના અમુક હિસ્સા માટે કરાર થયો હતો. કમાણીનો એક હિસ્સો મને અને બીજો કંપનીને મળશે. પરંતુ બાદમાં મને ખબર પડી કે આમાં છેતરપિંડી થઈ રહી છે માટે મે કૉન્ટ્રાક્ટ ખતમ કરવાનો નિર્ણય કર્યો. મે આના માટે ઈમેઈલથી પણ માહિતી આપી હતી પરંતુ ત્યારબાદ બધુ બગડી ગયુ.

ત્રણ મહિના સુધી છોડવો પડ્યો દેશ

ત્રણ મહિના સુધી છોડવો પડ્યો દેશ

પૂનમે કહ્યુ કે આ લોકોએ મારા વીડિયો અને ફોટો એપ પર મૂકવાનુ ચાલુ રાખ્યુ. એટલુ જ નહિ આ લોકોએ મારા પર્સનલ નંબર પણ શેર કરી દીધા. મે ઘર શું દેશ પણ છોડી દીધો અને હું ત્રણ મહિના માટે દેશની બહાર જતી રહી હતી અને વિચારી રહી હતી કે બધુ આપોઆપ સારુ થઈ જશે. પૂનમે કહ્યુ કે જ્યારે હું પાછી આવી તો ફરીથી મને ફોન અને મેસેજ આવવા લાગ્યા. ક્યારેક-ક્યારેક મને એવા ફોન આવતા હતા જ્યાં સામેનો વ્યક્તિ લાંબા-લાંબા શ્વાસ લેતો હતો. આ કૉલ કરનાર દાવો કરતા હતા કે તેમને મારુ ઘર ખબર છે. મે મારો નંબર બદલી દીધો પરંતુ જ્યારે મે એપ સાથે જોડાયેલ એક વ્યક્તિ સૌરભ કુશવાહાને ફોન કર્યો અને કહ્યુ કે મારા ફોટો અને વીડિયો એપ પર ના મૂકશો ત્યારબાદથી મારા નવા નંબર પર પણ ફોન અને મેસેજ આવવા લાગ્યા.

English summary
Poonam Pandey reveals Raj Kundra's secret, 'My number was leaked with obscene message, left the country for 3 months'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X