સન્ની સામે સૂગ ધરાવતા પૂનમે સાઇન કરી પોર્ન ફિલ્મ!
મુંબઈ, 31 ઑક્ટોબર : પૂનમ પાન્ડેનું નામ લેતા જ આંખો સામે એક બોલ્ડ અને સેક્સી છોકરીનો ચહેરો ફરી વળે છે કે જેને વાત-વાતમાં કપડા ઉતારવાનો શોખ છે. જોકે પોતાની આ કળા વડે તેમને એડલ્ટ ફિલ્મ નશામાં કામ કરવાની તક તો મળી, પણ સફળતા ન મળી. જુલાઈમાં રિલીઝ થયેલ નશા બૉક્સ ઑફિસ પર ચિત્ત થઈ ગઈ. આમ છતાં પૂનમના હોસલા બુલંદ છે.

નોંધનીય છે કે નશા ફિલ્મના પ્રમોશન સમયે પૂનમે મીડિયાને જણાવ્યુ હતું કે પ્લીઝ મારી અને સન્ની લિયોનની સરખામણી ના કરો. હું પોર્ન સ્ટાર નથી. મને નથી જાણ કે લોકો મારી સરખામણી સન્ની લિયોન સાથે કેમ કરે છે. હું અહીં અભિનય કરવા આવી છું અને આપ મને અભિનય કરતાં જોશો, પણ લાગે છે નશા ફ્લૉપ થતા પૂનમનો નશો ઉતરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
