ઍન્ડીની નજરો બૉલીવુડ પર, કોઈ પણ રોલ ચાલશે!
મુંબઈ, 27 ડિસેમ્બર : ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 7માંથી બહાર થઈ ચુકેલા વીજે ઍન્ડીની નજરો હવે બૉલીવુડ ઉપર છે. તાજેતરમાં જ તેઓ બિગ બૉસમાંથી બહાર થયાં છે. ઍન્ડીએ જણાવ્યું - મારો મતલબ એમ નથી કે હું નાયકની ભૂમિકા ભજવવા માંગુ છું. આજે હિન્દી સિનેમામાં ભજવવા માટે તમામ પ્રકારની ભૂમિકાઓ છે.

ઍન્ડીએ જણાવ્યું - મેં ક્યારેય જીતની આશા નહોતી સેવી. મારા મત મુજબ ગૌહર ખાન કે તનીષા મુખર્જીના જીતવાની શક્યતા છે. જ્યાં સુધી મારો સંબંધ છે, તો હું ત્યાં છેલ્લે સુધી બરાબર રહ્યો. તેમણે જણાવ્યું - હું ત્યાંથી સંયમ અને કૃતજ્ઞતા લઈને આવ્યો છું. જ્યારે હું બિગ બૉસમાંથી બહાર આવ્યો, તો મારા ભાઇએ મને એક ચૉકલેટ બિસ્કિટ આપી. મેં આ અગાઉ આના કરતા સારી વસ્તુઓ નહોતી ચાખી. અને હા, મારી હિન્દી સુધરી ગઈ છે. કમ સે કમ બૉલીવુડમાં કૅરિયર બનાવવા માટે આ એક સારી બાબત ગણાય.












Click it and Unblock the Notifications
