Posters Out : જુઓ પ્રકાશ ઝાની આગામી 5 ફિલ્મોના First Look
મુંબઈ, 1 નવેમ્બર : બૉલીવુડના જાણીતા દિગ્દર્શક પ્રકાશ ઝા આગામી દિવસોમાં પોતાની જૂની ફિલ્મોની સિક્વલ સહિત 6 નવી ફિલ્મો લઈને આવી રહ્યા છે. તેમણે ગત બુધવારે મુંબઈમાં યોજાયેલ એક ઇવેંટ દરમિયાન આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમના લકી સ્ટાર અભિનેતા અજય દેવગણ પણ હાજર હતાં. આ જાહેરાત બાદ પ્રકાશ ઝાની પાંચ ફિલ્મોના પોસ્ટર્સ રિલીઝ થઈ ગયા છે.
પ્રકાશ ઝા અને અજય દેવગણે આ પ્રસંગે પ્રકાશ ઝાની આગામી પાંચ ફિલ્મોની જાહેરાત કરી હતી. આ પાંચ ફિલ્મોમાં રાજનીતિ 2, ગંગાજલ 2, સત્સંગ, ફ્રૉડ સૈયાં, વી આર કુક્કડ ફૅમિલી અને લિપસ્ટિકવાલે સપનેનો સમાવેશ થાય છે. પ્રકાશ ઝાએ જણાવ્યું કે રાજનીતિ 2 અને ગંગાજલ 2 સિક્વલ હશે, જ્યારે એક અન્ય ફિલ્મ સત્સંગ હશે. તેમણે જણાવ્યું કે સત્સંગ અને રાજનીતિ 2માં અજય દેવગણ હશે, પરંતુ ગંગાજલ 2માં અજય રિપીટ નહીં કરાય. રાજનીતિ 2010માં આવી હતી કે જેમાં અજય સાથે રણબીર કપૂર, મનોજ બાજપાઈ, અર્જુન રામપાલ અને કૅટરીના કૈફે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
પ્રકાશ ઝાએ જણાવ્યું કે ગંગાજલ 2માં લીડ રોલ કોઇક અભિનેત્રીનો હશે. હાલ હીરોઇનનું નામ નક્કી નથી, પણ તેની શોધ ચાલુ છે. બીજી બાજુ સત્સંગમાં કૅટરીના કૈફ પણ નજરે પડશે. તેવી જ રીતે રાજનીતિ 2માં પણ કૅટરીના કૈફ મહત્વના રોલમાં નજરે પડવાના છે.
ચાલો નજર નાંખીએ પાંચ ફિલ્મોના પોસ્ટર્સ પર :

પાંચ ફિલ્મોની જાહેરાત
પ્રકાશ ઝાએ ગત બુધવારે પોતાની આગામી પાંચ ફિલ્મોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અરશદ વારસી અને અજય દેવગણ હાજર રહ્યા હતાં.

ગંગાજલ 2 અને રાજનીતિ 2
પ્રથમ પોસ્ટર ગંગાજલ 2નું છે. આ ફિલ્મ ગંગાજલની સિક્વલ છે. ગંગાજલમાં અજય દેવગણ લીડ રોલમાં હતાં, પરંતુ ગંગાજલ 2માં કોઈ અભિનેત્રી લીડ રોલમાં હશે. તેવી જ રીતે રાજનીતિ 2 પણ રાજનીતિની સિક્વલ છે. રાજનીતિ 2માં કૅટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હશે.

ક્રૅઝી કુક્કડ ફૅમિલી
આ છે ક્રૅઝી કુક્કડ ફૅમિલી ફિલ્મનો ફર્સ્ટ લુક. ફિલ્મના બે પોસ્ટર રિલીઝ કરાયા છે. ફિલ્મનું દિગ્દર્શન રીતેશ મેનન કરશે, જ્યારે સ્વાનંદ કિરકિરે, શિલ્પા શુક્લા અને નિનાદ કામત મુખ્ય ભૂમિકામાં હશે.

ફ્રૉડ સૈયાં
ફ્રૉડ સૈયાં ફિલ્મના પણ બે પોસ્ટર રિલીઝ કરાયા છે. એકમાં અરશદ વારસી અને સૌરભ શુક્લા દેખાય છે. ફિલ્મનું દિગ્દર્શન સૌરભ શ્રીવાસ્તવ કરવાના છે.

લિપસ્ટિકવાલે સપને
પ્રકાશ ઝાની વધુ એક ફિલ્મ લિપસ્ટિકવાલે સપનેના પણ બે પોસ્ટર્સ રિલીઝ થયા છે. અલંકૃત શ્રીવાસ્તવ દિગ્દર્શિત લિપસ્ટિકવાલે સપનેમાં કોંકણા સેન શર્મા, રત્ના પાઠક અને આહના કુમરાહ લીડ રોલમાં હશે.

Must See
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
