#MeToo પર પ્રીતિ ઝિન્ટાનું વિવાદિત નિવેદન, આજની સ્વીટૂ કાલની મીટૂ થઈ શકે

આજની સ્વીટૂ કાલની મીટૂ થઈ શકેઃ પ્રીતિ ઝિન્ટા

નવી દિલ્હીઃ પાછલા એક મહિનામાં મી ટૂ કેમ્પેઈન અંતર્ગત દેશભરના કેટલાય નામી ચહેરાઓ સામે આવ્યા, જેમાં સૌથી વધુ બૉલીવુડના લોકો સામેલ છે. બૉલીવુડમાં મી ટૂ અંતર્ગત મોટા મોટા લોકો પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. બૉલીવુડમાં #MeTooની શરૂઆત થયા બાદ કેટલાય એકટર્સે આ અભિયાનને સપોર્ટ કર્યો છે અને તેને જરૂરી ગણાવ્યું છે. જ્યારે હવે બૉલીવુડની ડિંપલ ક્વીન પ્રીતિ ઝિંટાએ આના પર નિવેદન આપ્યું છે, જેનાથી સોશિયલ મીડિયા પર ભારે ટિકા થઈ રહી છે. પ્રીતિએ મી ટૂ પર શરમજનક નિવેદન આપતા કહ્યું કે, આજની સ્વીટૂ કાલની મી ટૂ થઈ શકે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સૌથી સુરક્ષિત છેઃ પ્રીતિ

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સૌથી સુરક્ષિત છેઃ પ્રીતિ

પ્રીતિ ઝિંટા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ભૈયાજી સુપરહિટના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેમણે બૉલીવુડ હંગામાને ઈન્ટર્વ્યૂ આપ્યું હતું જેમાં તેમણે મી ટૂ પર શરમજનક નિવેદન આપ્યું. પ્રીતિએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સૌથી સુરક્ષિત ઈન્ડસ્ટ્રી ગણાવતા કહ્યુ્ં કે મી ટૂ અભિયાન જરૂરી છે, પરંતુ મને ખરાબ લાગે છે જ્યારે મહિલાઓ આ કેમ્પેઈનનો પર્સનલ ફાયદા માટે ઉપયોગ કરે. જો મી ટૂ આ ઈન્ડ્સ્ટ્રીમાં એટલું જ છે તો, બીજી ઈન્ડ્સ્ટ્રીમાં આનાથી પણ વધુ છે.

આજની સ્વીટૂ કાલની મીટૂ થઈ શકે

પ્રીતિએ કહ્યું કે જો તમે મને એમ કહી રહ્યા હોવ કે યૌન શોષણ માત્ર બૉલીવુડમાં જ છે અને બિઝનેસ, રાજનીતિમાં નથી તો તમે બેકાર વાત કરી રહ્યા છો. એક્ટ્રેસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું એમની સાથે ક્યારેય આવી ઘટના બની છે, તેના પર પ્રીતિએ હસતાં હસતાં કહ્યું નહિ, કાશ મારી સાથે આવું થયું હોત. એમણે કહ્યું કે લોકો તમને એવી રીતે જ ટ્રીટ કરે છે, જેવા તમે ઈચ્છો છો. પ્રીતિએ મી ટૂ જેવા ગંભીર કેમ્પેઈનની મજાક ઉડાવતા કહ્યું, આજની સ્વીટૂ કાલની મી ટૂ થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની ટીકા થઈ રહી છે

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની ટીકા થઈ રહી છે

પ્રીતિના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે આલોચના થઈ રહી છે. મી ટૂ જેવા ગંભીર કેમ્પેઈન જેમાં મહિલાઓ પોતાની સાથે થયેલ યૌન શોષણની ઘટનાઓને સમગ્ર દુનિયાની સાથે શેર કરી રહી છે, તેનો મજાક ઉડાવવો અમુક યૂઝર્સને બિલકુલ પસંદ ન આવ્યું. ઈન્ટરનેટ યૂઝર્સે પ્રીતિના નિવેદન પર આવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X