પ્રિંસ અને તેનો પરિવાર મનોરોગી છે : યુક્તા મુખી
મુંબઈ, 9 જુલાઈ : પોતાના પતિ તથા સાસરી પક્ષના લોકો સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવનાર અભિનેત્રી તથા ભૂતપૂર્વ વિશ્વ સુંદરી યુક્તા મુખીએ પુનઃ પોતાના સાસરી પક્ષના લોકો વિરુદ્ધ ઝેર ઓંક્યુ છે. યુક્તાએ જણાવ્યું કે તેમના પતિ પ્રિંસ તુલી તેમજ તેમનો પરિવારિક માનસિક રીતે બીમાર છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ યુક્તા મુખીએ સ્પષ્ટ જણાવ્યું કે તુલી તેમજ તેનો પરિવાર સામાન્ય લોકોની જેમ વ્યવહાર નથી કરતાં.

યુક્તાએ જણાવ્યું - મારા લગ્નમાં ખટપટ તો લગ્નના એક માસ બાદથી જ શરૂ થઈ ગઈ હતી, પણ મેં જેમ-તેમ ચાર વરસ પસાર કર્યાં, પરંતુ હવે વાત મારા પુત્રના ભવિષ્યની છે. તેથી મારે પોતાના પતિ અને પરિજનો વિરુદ્ધ પોલીસનો સહારો લેવો પડ્યો. પ્રિંસા અને તેના ઘરના લોકો મને મારા બાળકથી જુદી કરવા માંગે છે.
નોંધનીય છે કે યુક્તા મુખી હાલ મુંબઈમાં પોતાના માતા-પિતા સાથે રહે છે. યુક્તાના પતિ તથા સાસરી વાળાઓ પણ મુંબઈમાં જ રહે છે. યુક્તા મુખીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ અને સાસરી વાળાઓએ તેમની સાથે દહેજ માટે મારઝૂડ કરી. તે બધા તેમની સાથે જાનવરોની જેમ વર્તતા હતાં.












Click it and Unblock the Notifications
