Pics: પ્રિયંકા ચોપડાના જન્મદિનની ઉજવણી, સિંદૂરમાં જોવા મળી, નિકે પીવડાવ્યો જામ

પ્રિયંકા ચોપડાએ પોતાનો 37મો જન્મદિવસ પૂરા ધામધૂમથી મનાવી લીધો છે એવુ તેના લેટેસ્ટ ફોટા દર્શાવી રહ્યા છે.

પ્રિયંકા ચોપડાએ પોતાનો 37મો જન્મદિવસ પૂરા ધામધૂમથી મનાવી લીધો છે એવુ તેના લેટેસ્ટ ફોટા દર્શાવી રહ્યા છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડા નિક જોનસ અને પોતાના ખાસ દોસ્તો સાથે મિયામીમાં છે અને તેણે ત્યાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ ફોટાને જોઈને તમે પણ સમજી જશો કે ખરેખર પીસીએ કેટલી મસ્તી કરી છે. ફોટા જોઈને એ તો સ્પષ્ટ છે કે આ પાર્ટી કદાચ પ્રિયંકા માટે સરપ્રાઈઝ પાર્ટી હતી એટલે તો ફોટામાં એ આટલી આશ્ચર્યચક્તિ દેખાઈ રહી હતી. તેના જન્મદિવસ પર તેને સાથ આપવા માટે પરિણીતિ ચોપડા પણ પહોંચી. જુઓ શાનદાર ફોટા..

પ્રિયંકા ચોપડાના જન્મદિવસના ફોટા

પ્રિયંકા ચોપડાના જન્મદિવસના ફોટા

મિયામીમાં પ્રિયંકા સાથે આ ઉજવાણીમાં તેનો પરિવાર પણ શામેલ થયો. પ્રિયંકાની બહેન પરિણીતિએ પણ આ જશ્નમાં ભાગ લીધો.

શાનદાર કેક

શાનદાર કેક

જરા એક વાર પ્રિયંકા ચોપડાના આ શાનદાર કેક પર તો નજર કરો. ભાઈ, મિસીસ જોનસની ઉજવણી પણ શાનદાર જ હોવાની.

જામ છલકાયા

જામ છલકાયા

પ્રિયંકા અને નિક કેક કાપતા પહેલા એકબીજા સાથે પોતાની ખુશી આ રીતે વહેંચતા જોવા મળ્યા.

ખૂબ ખુશ

ખૂબ ખુશ

આ દરમિયાન પ્રિયંકા ચોપડા પોતાની કેક જોઈને ખૂબ ખુશ જોવા મળી. આ પાર્ટી કદાચ પ્રિયંકા માટે સરપ્રાઈઝ હતી.

ફૂંક મારી

ફૂંક મારી

પ્રિયંકાએ કેક પર લાગેલી મિણબત્તીઓ બુઝાવતા પહેલા પોતાની કેક શાંતિથી જોઈ. એક એક એંગલથી.

કેકને નિહારી રહ્યા

કેકને નિહારી રહ્યા

જેવી કેક પર નાની નાની આતશબાજીઓ શરૂ થઈ ગઈ, પ્રિયંકા અને પરિણીતિ કંઈક આ અંદાજમાં કેકને નિહારતા જોવા મળ્યા.

પાર્ટીનો હીરો

પાર્ટીનો હીરો

નિક જોનસને માનવા પડશે કે ભાઈ પાર્ટીઓ આપવામાં તો તેમનો કોઈ જવાબ નથી.

હેપ્પી બર્થડે ટુ યુ

હેપ્પી બર્થડે ટુ યુ

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પ્રિયંકા ચોપડાને લોકોએ ટ્વીટર પર ખૂબ સંભળાવી હતી. વાસ્તવમાં પ્રિયંકા ચોપડા અસમની બ્રાંડ એમ્બેસેડર છે પરંતુ અસમમાં આવેલા પૂર પર પ્રિયંકાએ એક શબ્દ ન બોલ્યો. બસ એટલા માટે લોકોએ ટ્વિટર પર પ્રિયંકાની ક્લાસ લગાવી દીધી. જો કે પ્રિયંકા હાલમાં કોઈ કોન્ટ્રોવર્સીના મૂડમાં નથી દેખાતી. તેની પાર્ટીના ફોટો શાનદાર છે અને આ ફોટાની ખાસ વાત એ છે કે પ્રિયંકા ચોપડા હિંદુસ્તાની અને વિદેશી રીતિઓ નિભાવતી દેખાઈ. જ્યાં તે પાર્ટીમાં સિંદૂર લગાવીને પહોંચી ત્યાં નિક જોનસ સાથે જામથી જામ ટકરાવવામાં પણ વિલંબ ના કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X