Pics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના

અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસ સાથે હોળીનના ફોટા પહેલેથી જ વાયરલ થઈ ગયા છે.

દેશભરમાં ત્રણ દિવસ બાદ હોળીનો તહેવાર ઘણી ધામધૂમથી મનાવવામાં આવશે. દરેક જણ હોળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વળી, જો બૉલિવુડ હસ્તીઓની વાત કરીએ તો બધા હોળી પર ઘણુ સેલિબ્રેશન કરે છે. આ દરમિયાન અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસ સાથે હોળીનના ફોટા પહેલેથી જ વાયરલ થઈ ગયા છે. બંનેએ પાંચ દિવસ પહેલા જ પોતાની પહેલી હોળી ધામધૂમથી મનાવી છે. નિક જોનસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટા અને વીડિયો શેર કર્યા છે.

નિકે કહ્યુ - ‘મારી પહેલી હોળી'

નિકે કહ્યુ - ‘મારી પહેલી હોળી'

આ ફોટા અને વીડિયોમાં બંને ધામધૂમથી હોળી મનાવી રહ્યા છે. નિકે હોળીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે, ‘મારી પહેલી હોળી! પાંચ દિવસ પહેલા જ. કેટલી મઝા આવી રહી છે, પોતાના બીજી ઘર ભારતમાં અમુક સરસ લોકો સાથે સેલિબ્રેશન કરીને.' નિકે હોળીનો વીડિયો શેર કરીને બતાવ્યુ છે કે કઈ રીતે આ પાર્ટીમાં ગીતોએ ચાર ચાંદ લગાવી દીધા છે.

કેટરીના પણ જોવા મળી

માત્ર નિક જ નહિ પરંતુ પ્રિયંકા પણ મસ્તીના મૂડમાં દેખાઈ, બંનેએ એકબીજા સાથે ફોટા પડાવ્યા. આ ઉપરાંત પાર્ટીમાં અભિનેત્રી કેટરીના કૈફ પણ જોવા મળી. તેમણે નિક અને પ્રિયંકા સાથે ફોટા પડાવ્યા. જેને નિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ દરમિયાન બધા હોળીના રંગમાં જોવા મળ્યા. તારીખથી પાંચ દિવસ પહેલા મનાવવામાં આવેલી આ હોળીમાં ઢોલ નગારા પણ વાગતા દેખાયા.

નિક-પ્રિયંકાએ સફેદ રંગના કપડા પહેર્યા

નિક-પ્રિયંકાએ સફેદ રંગના કપડા પહેર્યા

આ હોળી પાર્ટીમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ટ્વિનિંગ કરીને સફેદ રંગના કપડા પહેર્યા હતા. પ્રિયંકાના આ ડ્રેસમાં ફ્લોરલ ડિઝાઈન પણ દેખાય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લી વાર શોનાલી બોસની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં તેના ઉપરાંત ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં હતા. તેણે પોતાની આગામી ફિલ્મની ઘોષણા હાલમાં કરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X