પ્રિયંકાએ કર્યું એડમિટ, કે તે છે રિલેશનશિપમાં?

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા આજ-કાલ પોતાના હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં ખૂબ બિઝી છે. તેણે હાલમાં જ બે નવી હોલિવૂડ ફિલ્મો સાઇન કરી છે અને એમાંથી એકનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. પ્રિયંકાની નવી બે હોલિવૂડ ફિલ્મોનું નામ છે, અ કિડ લાઇક જેક અને ઇસન્ટ ઇટ રોમેન્ટિક? જો કે, હાલ પ્રિયંકા ચોપરા મુંબઇ આવી છે. શુક્રવારે તેણે મુંબઇમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેણે પોતાની પર્સનલ લાઇફ અંગેના સવાલોના જવાબ પણ આપ્યા હતા.

રિલેશનશિપ અંગે પ્રિયંકા

રિલેશનશિપ અંગે પ્રિયંકા

પ્રિયંકાએ પોતાના પ્રોડક્શનની આગામી મરાઠી ફિલ્મ 'કેય રે રાસ્કલા' પ્રમોટ કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. અહીં પ્રિયંકા ચોપરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે રિલેશનશિપમાં છે? આના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે, તમને લોકોને મારી પર્સનલ લાઇફ અંગે પૂરી માહિતી નથી અને હાલ હું આ અંગે કોઇ જાણકારી આપવા પણ નથી માંગતી. તો શું પ્રિયંકા ખરેખર રિલેશનશિપમાં છે?

કેવો હશે પ્રિયંકાનો ડ્રીમ મેન?

કેવો હશે પ્રિયંકાનો ડ્રીમ મેન?

ફિલ્મફેર સાથેના એક રિસન્ટ ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ પોતાના લાઇફ પાર્ટનર અંગે વાત કરતાં કહ્યું હતું, તેના માટે એવી વ્યક્તિ આઇડિયલ રહેશે, જે તેને હેન્ડલ કરી શકે. થોડા સમય પહેલાં જ મધુ ચોપરાએ પણ પ્રિયંકાની પર્સનલ લાઇફ અંગે વાત કરતાં કહ્યું હતું કે, તે હાલ પોતાની લાઇફમાં ખુશ છે, પર્સનલ અને પ્રોફેશનલ બંન્ને રીતે તે સેટલ છે.

કરિયર કે પર્સનલ લાઇફ?

કરિયર કે પર્સનલ લાઇફ?

પ્રિયંકાને ફિલ્મફેરના ઇન્ટરવ્યુમાં જ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે, તે શું પોતાના કરિયરના હાઇ પોઇન્ટ પર લગ્ન કરવા માંગશે? આના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, જરૂરી નથી કે પર્સનલ લાઇફમાં આગળ પગલું લેવાનો તમારો નિર્ણય હંમેશા તમારા કરિયરને અફેક્ટ કરે જ. જો કે, હું માનું છે કે, મારા કામ અને કામના કમિટમેન્ટ સાથે એડજસ્ટ કરવું અને તેને હેન્ડલ કરવું એટલું સરળ નથી.

રિલેશનશિપમાં બંન્નેનો ફાળો હોય છે

રિલેશનશિપમાં બંન્નેનો ફાળો હોય છે

'જો હું કોઇની સાથે રિલેશનશિપમાં આગળ વધું, તો એ કોઇ એવો વ્યક્તિ હશે જે આ વાત સમજે અને મને સપોર્ટ કરે. રિલેશનશિપની સફળતા માટે બંન્નેનો ફાળો મહત્વપૂર્ણ હોય છે. એ માટે બંન્ને તરફથી સમજદારી અને પ્રાથમિકતા જરૂરી હોય છે.'

શું કહે છે મધુ ચોપરા?

શું કહે છે મધુ ચોપરા?

પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાનું કહેવું છે કે, આજે હું જોઉં છું કે, ખૂબ ઓછા સમયમાં મેરેજ તૂટી જતા હોય છે. લોકો પાસે રિલેશનશિપને જાળવવા માટે જરૂરી સમય અને સહનશક્તિનો અભાવ છે. આથી હું ઇચ્છું છું કે, પ્રિયંકા ત્યારે લગ્ન કરે જ્યારે તેની પાસે રિલેશનશિપને જાળવવા માટે જરૂી કાળજી અને સમય હોય. તમારી ઉંમર મેરેજ માટેનું પ્રમાણપત્ર ન હોવું જોઇએ.

મધુરી દીક્ષિત અને પ્રિયંકા ચોપરા

મધુરી દીક્ષિત અને પ્રિયંકા ચોપરા

પોતાના આગામી બોલિવૂડ પ્રોજેક્ટ્સ અંગે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે, હાલ ઘણા પ્રોજેક્ટ્સ અંગે વાતો ચાલી રહી છે, પરંતુ કશું ફાઇનલ નથી. એવી પણ અફવા હતી કે, પ્રિયંકા ચોપરા માધુરી દીક્ષિત સાથે મળીને એક અમેરિકન ટીવી સીરિઝ પ્રોડ્યૂસ કરનાર છે. આ અંગે તેણે કહ્યું કે, જેમ મેં કહ્યું એમ, અનેક પ્રોજેક્ટ અંગે વાતચીત ચાલી રહી છે, પરંતુ કશું ફાઇનલ થયું નથી. ફાઇનલ થયા બાદ હું આ અંગે ચોક્ક્સ તમને જાણકારી આપીશ.

English summary
Is Priyanka Chopra seeing someone? Find out the answer here.
Please Wait while comments are loading...