ન્યૂયોર્કમાં ધામધૂમથી પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ, જુઓ તસવીરો

ન્યૂયોર્કમાં ધામધૂમથી પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ

નવી દિલ્હીઃ એકબાજુ દેશમાં દીપિકા-રણવીરના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે વિદેશમાં પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા ચોપરા અને તેનો અમેરિકી સિંગ-સોંગ રાઈટર ફિયાન્સ સાથે લગ્નના સંબંધમાં બંધાવવા જઈ રહી છે. લગ્નને હજુ સમય છે પંરંતુ ઉજવણી અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. હાલમાં જ પ્રિયાની ટીમે એમના માટે બ્રાઈડલ શાવરનું આયોજન કર્યું. જેમાં પ્રિયંકા અને તેના નજીકના મિત્રો સામેલ હતા.

બ્રાઈડલ શાવરમાં સફેદ ગાઉનમાં પહોંચી પ્રિયંકા

બ્રાઈડલ શાવરમાં સફેદ ગાઉનમાં પહોંચી પ્રિયંકા

પ્રિયંકા ચોપરાના લગ્નની તૈયારીઓ ન્યૂયોર્કમાં શરૂ થઈ ગઈ છે. એના નજીકના દોસ્તોએ તેના માટે બ્રાઈડલ શાવરનું આયોજન કર્યું, જેમાં ખાસ મિત્રો ઉપરાંત તેના થનાર ભાભી પણ પોતાની દીકરી સાથે પહોંચી હતી. આ શારમાં હૉલીવુડ સેલેબ્સ કેલી રીપા પણ જોવા મળી હતી. પોતાના બ્રાઈડલ શાવરમાં પ્રિયંકાએ સફેદ રંગનો ફેદર માર્ચેસ ગાઉન પહેર્યો, તેમાં તે હસીન લાગી રહી હતી.

ભત્રીજા સાથે નીકની તસવીર પોસ્ટ કરી

ભત્રીજા સાથે નીકની તસવીર પોસ્ટ કરી

આ સફેદ સ્ટ્રેપલેસ ગાઉન સાથે એમણે ટિફનીના હીરોનો નેકલેસ પણ પહેર્યો હતો. બ્રાઈડલ શાવરમાં બ્રાઈડ ફુગા સાથે ઉભેલ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકાએ ખુદ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શાવર માટે તૈયાર થતી હોય તેવી તસવીરો નાખી હતી. જે બાદ તેણે લખ્યું હતું, લગ્ન પહેલાનું સેલિબ્રેશન, તેણે પોતાના ભત્રીજા સાથે નીકની એક તસવીર પણ પોસ્ટ કરી છે.

2 ડિસેમ્બરે ઉમેદ ભવનમાં કરશે લગ્ન

2 ડિસેમ્બરે ઉમેદ ભવનમાં કરશે લગ્ન

અહેવાલ મુજબ પ્રિયંકા અને નિક જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં રજવાડી સ્ટાઈલમાં લગ્ન કરશે. બંનેના લગ્નનો કાર્યક્રમ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે યોજાશે. 2 ડિસેમ્બરે સાત ફેરાની વિધિ થશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાના લગ્ન ધામધૂમથી થશે અને અંદાજી 200 ગેસ્ટ તેમના લગ્નનમાં આવશે. એક અંગ્રેજી વેબસાઈટ મુજબ બંને નિકના ભાઈ જો જોનસ અને એની મંગેતર સોફી ટર્નર પહેલા લગ્ન કરશે. જો કે દીપિકા-રણવીરની જેમ પ્રિયંકાએ હજુ સુધી પોતાના લગ્નની તારીખ કન્ફર્મ કરી નથી.

જુલાઈમાં સગાઈ કરી

જુલાઈમાં સગાઈ કરી

પ્રિયંકા અને નિકે પાછલા વર્ષે એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.. બંને મેટ ગાલાના રેડ કાર્પેટ પર એકસાથે જોવા મળ્યા હતા જે બાદ એમની ડેટિંગની ખબરો આવવી શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં પ્રિયંકાએ આ અહેવાલોનું ખંડન કર્યું હતું, પરંતુ આ વર્ષે મે મહિનામાં આ બંનેની સાથે આવેલી તસવીરોએ બંનેના સંબંધને કન્ફર્મ કરી દીધા. જે બાદ નિકે આ વર્ષે પ્રિયંકાના જન્મદિન પર લંડનમાં તેને પ્રપોઝ કરી અને બંનેએ સગાઈ કરી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X