Watch : ગુન્ડેનું પ્રથમ ટીઝર ગુન્ડાઓના નામે, બીજામાં દેખાશે પીસી!
મુંબઈ, 2 ડિસેમ્બર : હાલમાં ખૂબ જ ચર્ચિત પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ ગુન્ડેનું ફર્સ્ટ ટીઝર રિલીઝ થયું છે. આ પ્રથમ ટીઝરમાં માત્ર અર્જુન કપૂર અને રણવીર સિંહ જ નજરે પડે છે. જ્યારે આ અંગે પ્રિયંકાને પૂછાયું કે ફિલ્મમાં મુખ્ય રોલ હોવા છતા તેઓ ફિલ્મના ટીઝરમાંથી કેમ ગાયબ છે, તો તેમણે જણાવ્યું કે આ ફિલ્મના પ્રમોશનનો જ એક ભાગ છે.

એમ પણ રણવીર સિંહની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રામલીલા રણવીરની અત્યાર સુધીની સૌથી વધુ ફર્સ્ટ ડે કલેક્શન વાળી ફિલ્મ રહી છે. આ ફિલ્મથી રણવીરનો ઉત્સાહ અને જોશ વધી ગયા છે. રણવીરની અપેક્ષાઓ હવે ગુન્ડે પાસેથી પણ વધી ગઈ છે. પ્રિયંકાનું કહેવું છે કે એવું નથી કે ગુન્ડે ફિલ્મમાં તેમનું મહત્વ ઓછું છે અને બંને ગુન્ડાઓનુ વધુ છે, પરંતુ હાલ પ્રમોશનની રણનીતિ મુજબ ફર્સ્ટ ટીઝરમાંથી તેઓ ગાયબ છે. અલી અબ્બાસ દિગ્દર્શિત ગુન્ડે ફિલ્મ આગામી વર્ષે વૅલેન્ટાઇન ડેએ રિલીઝ થશે.
ચાલો માણીએ ગુન્ડે ફિલ્મનું ટીઝર :
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/zHRQ49cohEw" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
