બબલી બદમાશ હવે કહેશે ‘પિંકી હૈ દિલવાલોં કી...’

મુંબઈ, 9 મે : શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં પોતાના બૉલીવુડ કૅરિયરનું પ્રથમ આયટમ સૉંગ કરનાર પ્રિયંકા ચોપરા ઉપર હવે આયટમ સૉંગ કરવાની ધુન સવાર થઈ હોય તેવુ લાગે છે. એટલે જ તો બબલી બદમાશ હૈ... બાદ પ્રિયંકા ચોપરા હવે પિંકી હૈ દિલવાલોં કી... આયટમ સૉંગ કરતાં નજરે પડનાર છે.

priyanka-chopra-pinky-zanjeer

પ્રિયંકા ચોપરાનું પિંકી લુક જાહેર થઈ ચુક્યું છે. પોતાના દસ વરસના કૅરિયરમાં એકેય આયટમ સૉંગ ન કરનાર પ્રિયંકાએ શૂટઆઉટ એટ વડાલામાં પહેલી જ આયટમ સૉંગ બબલી બદમાશ હૈ... કર્યું અને તે હિટ પણ રહ્યું છે. આ આયટમ સૉંગની સફળતાથી ઉત્સાહિત પ્રિયંકા ચોપરા હવે ઝંજીર ફિલ્મમાંમાં પણ આયટમ સૉંગ કરવાં જઈ રહ્યાં છે. આયટમ સૉંગના બોલ છે પિંકી હૈ દિલવાલોં કી...

અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ઝંજીર ફિલ્માં રામ તનેજા અને સંજય દત્ત પણ છે. આ ગીતને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરવાનાં છે. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ઝંજીર ફિલ્મની રીમેક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X