પ્રિયંકા ચોપડાઃ મા બનવા ઈચ્છુ છુ, ભારત નહિ આ શહેરમાં વસવાની છે ઈચ્છા
વૉગના કવર પર છપાયા બાદ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં મા બનવા, ઘર ખરીદવા અને પોતાના ઘણા ફ્યુચર પ્લાન વિશે વાત કરી છે.
સપ્ટેમ્બર મહિનાના વૉગ મેગેઝીનના કવર પર આવવા માટે પ્રિયંકા ચોપડા એક વાર ફરીથી ચર્ચામાં છે. અમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ ભલે પ્રિયંકા ચોપડાની સક્રિયતા ફિલ્મોમાં ઘટી ગઈ હોય પરંતુ તે લાઈમલાઈટમાં છવાયેલી રહે છે. વૉગના કવર પર છપાયા બાદ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં મા બનવા, ઘર ખરીદવા અને પોતાના ઘણા ફ્યુચર પ્લાન વિશે વાત કરી છે.

લૉસ એન્જેલમાં વસવા ઈચ્છે છે
ગયા વર્ષે નિક જોનસ સાથે લગ્ન કરનાર 37 વર્ષની અભિનેત્રી પ્રિયંકાએ કહ્યુ કે બાળક તેમના ફ્યુચર પ્લાનમાં શામેલ છે. આ ઉપરાંત તે પોતાનુ એક ઘર પણ ખરીદવા ઈચ્છે છે. વૉગ ઈન્ડિયાને પ્રિયંકાએ કહ્યુ કે તે પતિ નિક સાથે લૉસ એન્જેલસમાં વસવા ઈચ્છે છે. સાથે એક બાળક પણ ઈચ્છે છે. તેણે કહ્યુ કે મુંબઈ અને ન્યૂયોર્કમાં તેમનુ ઘર છે પરંતુ તે સેટલ થવા લૉસ એન્જેલસ જવા ઈચ્છે છે.

2019ના બેસ્ટ ડ્રેસ્ડ લોકોના લિસ્ટમાં પ્રિયંકા અને નિક
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ફોટા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થતા રહે છે. હાલમાં જ વેનિટી ફેર મેગેઝીને પ્રિયંકા અને તેના પતિ નિક જોનસને વર્ષ 2019ના બેસ્ટ ડ્રેસ્ડ લોકોની યાદીમાં પસંદ કર્યા છે. મેગેઝીનને પ્રિયંકાએ કહ્યુ કે મારી સૌથી કિંમતી વસ્તુ મારુ મંગળસૂત્ર છે. આ સાથે એક હીરાની રિંગ પણ મારા માટે બહુ ખાસ છે કારણકે તે મારા પિતાએ મને આપી હતી.

વૉગના કવર પર પ્રિયંકા
પ્રિયંકા ચોપડા વૉગ મેગેઝીનના સપ્ટેમ્બર મહિનાના અંક કવર પર જોવા મળી રહી છે. પ્રિયંકાનુ વૉગ કરાવવામાં આવેલ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકાની ફિલ્મોની વાત કરીએ તો તે બોલિવુડ ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક'માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં છે.












Click it and Unblock the Notifications
