રાજકુમાર રાવની ફિલ્મની ઓસ્કાર એન્ટ્રીથી પ્રિયંકા છે નારાજ?

Written By:
Subscribe to Oneindia News

રાજકુમાર રાવની લેટેસ્ટ ફિલ્મ 'ન્યૂટન' રિલીઝના પહેલા દિવસે જ છવાઇ ગઇ હતી. લોકતંત્રના પાઠ ભણાવતી આ ફિલ્મને રિલીઝના દિવસે જ ભારત તરફથી ઓસ્કાર 2018 માટે મોકલવામાં આવી હતી. પરંતુ ઇન્ડિયન ગ્લોબલ સેલિબ્રિટી પ્રિયંકા ચોપરા આ વાતથી ખાસ ખુશ નથી.

શા માટે નારાજ છે પ્રિયંકા?

શા માટે નારાજ છે પ્રિયંકા?

મળતા અહેવાલો અનુસાર, પ્રિયંકાને વિશ્વાસ હતો કે, ઓસ્કાર માટે તેના બેનરની ફિલ્મ 'વેન્ટિલેટર'ની પસંદગી કરવામાં આવશે અને ઓસ્કારની પ્રિ-સિલેક્શન માટે તેણે એક્શન પ્લાન પણ તૈયાર કરી રાખ્યો હતો. ન્યૂ યોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ રજૂ થઇ ત્યારે ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું અને પ્રિયંકાને પૂરો વિશ્વાસ હતો કે ઓસ્કાર માટે આ ફિલ્મ સિલેક્ટ થશે

કોન્ફિટન્ડ હતી પ્રિયંકા

કોન્ફિટન્ડ હતી પ્રિયંકા

વેન્ટિલેટરના ડાયરેક્ટર રાજેશ મહાપુસ્કરે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ઓસ્કાર માટે 'વેન્ટિલેટર' ફિલ્મની પસંદગી ન થતાં પ્રિયંકા વધુ અપસેટ થઇ હશે, કારણે કે તે આ ફિલ્મને લઇને વધુ મહાત્વાકાંક્ષી હતી. પ્રિયંકા હોલિવૂડમાં સારુ એવું નામ બનાવી ચૂકી છે, ત્યારે જો આ ફિલ્મની ઓસ્કર માટે પસંદગી થઇ હોત, તો તે તેના પ્રચારમાં કોઇ ખોટ ન રહેવા દેત.

મધુ ચોપરાને પણ હતી ખાતરી

મધુ ચોપરાને પણ હતી ખાતરી

મધુ ચોપરા સાથે થેયલ તેમની વાતને યાદ કરતાં રાજેશે આગળ જણાવ્યું હતું કે, મેં તેમને ચિંતા ન કરવા જણાવ્યું હતું, કારણ કે મને પણ ખાતરી હતી કે અમારી ફિલ્મ સિલેક્ટ થશે જ. પરંતુ ત્યાર પછીના દિવસે જ્યારે અમને ફિલ્મની પસંદગી અંગે જાણ થઇ ત્યારે અમે થોડા ડિસપોઇન્ટ થયા હતા.

મરાઠી ફિલ્મ 'વેન્ટિલેટર'

મરાઠી ફિલ્મ 'વેન્ટિલેટર'

જો પ્રિયંકા ચોપરાના બેનરની 'વેન્ટિલેટર' ફિલ્મ ઓસ્કાર માટે પસંદગી પામી હોત તો તેનાથી હોલિવૂડમાં પ્રિયંકાના કરિયરને પણ ઘણો મોટો ફાયદો થયો હતો. 'વેન્ટિલેટર' એક મરાઠી ફિલ્મ છે, જે 2016માં રિલીઝ થઇ હતી અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન પણ પ્રમાણમાં ઘણું સારુ રહ્યું હતું.

ઓસ્કારમાં પ્રિયંકા

ઓસ્કારમાં પ્રિયંકા

પ્રિયંકા ચોપરા આમ તો હંમેશા બોલિવૂડની સારી ફિલ્મો અને એક્ટર્સને પ્રોત્સાહિત કરતી જ જોવા મળે છે, પરંતુ તેની ફિલ્મની ઓસ્કાર એન્ટ્રી એક રીતે તેના માટે પ્રેસ્ટિજનો સવાલ પણ બની કહેવાય, કારણ તે વર્ષ 2016 અને 2017માં ઓસ્કાર ઇવેન્ટ અટેન્ડ કરી ચૂકી છે.

English summary
Newton for Oscars. Priyanaka Chopra and Madhu Chopra are upset.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.