રામ ચાહે લીલા... બાદ પ્રિયંકાએ ધર્યો કૅબરે ડાન્સરનો અવતાર!
મુંબઈ, 12 ડિસેમ્બર : બૉલીવુડ ફિલ્મોમાં આયટમ સૉંગ સામે તમામ અભિનેત્રીઓએ જાણે હથિયાર નાંખી દીધા છે. એટલે જ તો લાંબા કૅરિયર દરમિયાન ક્યારેય આયટમ સૉંગ નહીં કરનાર પ્રિયંકા ચોપરાએ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ હૈ..., ઝંજીર ફિલ્મમાં પિંકી હૈ દિલવાલોં કી... તથા રામલીલા ફિલ્મમાં રામ ચાહે લીલા... બાદ હવે કૅબરે ડાન્સરનો અવતાર ધર્યો છે.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં હૉટ આયટમ સૉંગ કરી સૌના દિલ ધડકાવ્યા હતાં. રામ ચાહે લીલા... આયટમ સૉંગ ખૂબ જ હિટ રહ્યું છે અને હવે ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકાનો કૅબરે ડાન્સર તરીકેનો નવો અવતાર પણ આકર્ષક ભાસી રહ્યું છે.












Click it and Unblock the Notifications
