Pics : રસપ્રદ પ્રણય-ત્રિકોણનો પર્યાય એટલે રાંઝણા : પ્રિવ્યૂ

મુંબઈ, 19 જૂન : છેલ્લા કેટલાંક દિવસથી ચર્ચાનો વિષય બનેલી રાંઝણા ફિલ્મ ટુંકમાં જ રૂપેરી પડદે આવી રહી છે. ફિલ્મમાં સોનમ કપૂર તથા ધનુષ મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ સાથે જ અભય દેઓલ પણ એક મહત્વના રોલમાં નજરે પડનાર છે. રાંઝણા ફિલ્મની વાર્તા એક ખૂબ જ સુંદર, પણ સિમ્પલ લવ સ્ટોરી છે. આજકાલ તો એમેય લવ-સ્ટોરીઝનુ પૂર આવેલું છે. તેવામાં રાંઝણા ફિલ્મની સિમ્પલીસિટી જ તેની યૂએસપી છે. ફિલ્મમાં સોનમ-ધનુષે પોતાના અભિનયમાં પ્રાણ પૂરી દીધાં છે.

વાર્તા : રાંઝણા ફિલ્મની વાર્તા ત્રણ પાત્રોની આજુબાજુ ફરે છે. પ્રથમ પાત્ર છે જોયા (સોનમ કપૂર) કે જે માત્ર 15 વરસની છે અને સ્કૂલમાં ભણે છે. જોયાનો રોલ કરવા માટે સોનમે જયા બચ્ચન અભિનીત ગુડ્ડી ફિલ્મ જોઈ હતી. બીજું પાત્ર છે કુંદન (ધનુષ) કે જે બે વસ્તુઓ માટે ખૂબ જ પૅશનેટ છે. પ્રથમ બાબત છે જોયા કે જેને તે ખૂબ જ પ્રેમ કરે છે અને બીજી બાબત છે તેનું શહેર બનારસ. બનારસ માટે કુંદનનો પ્રેમ એટલા માટે આટલું વધારે છે, કારણ કે તે જોયાને પહેલી વાર અહીં જ મળ્યો હતો. ત્રીજું મહત્વનું પાત્ર છે અકરમ (અભય દેઓલ) કે જે જોયા સાથે પ્રેમ કરે છે. જોયા અકરમને પ્રેમ કરે છે કે જે એક યુનિવર્સિટી સ્ટુડંટ છે. જોયા અકરમને ચાહે છે, પણ કુંદન જોયાને ચાહે છે. આ ત્રણેયની જ ઝિંદગીઓ એક-બીજા સાથે જોડાયેલી છે.

આવો વધુ જાણીએ રાંઝણા ફિલ્મની પ્રણય-કથા અંગે :

વાર્તા સિમ્પલ, પણ રોમાંટિક

વાર્તા સિમ્પલ, પણ રોમાંટિક

રાંઝણા ફિલ્મમાં સોનમ, ધનુષ તથા અભય દેઓલની પ્રણય-કથા દર્શાવાઈ છે. વાર્તા સિમ્પલ, પણ ખૂબ જ રોમાંટિક પણ છે.

ધનુષે હિન્દી માટે મહેનત કરી

ધનુષે હિન્દી માટે મહેનત કરી

ધનુષે આ ફિલ્મમાં હિન્દી બોલવા માટે ઘણી મહેનત કરી છે. ધનુષના જણાવ્યા મુજબ હિન્દીમાં વાત કરવી ખૂબ જ મુશ્કેલ હતી, પણ તેમણે મહેનત કરી અને તમામ ડાયલૉગ વગર ડબિંગે બોલ્યાં.

કોઈની મદદ ન લીધી

કોઈની મદદ ન લીધી

ધનુષે જણાવ્યું કે તેઓ રજનીકાંતના જમાઈ છે, પણ ક્યારેય તેમનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન નથી કર્યો.

રહેમાનનું કર્ણપ્રિય સંગીત

રહેમાનનું કર્ણપ્રિય સંગીત

રાંઝણા ફિલ્મનું સંગીત એ આર રહેમાન તૈયાર કર્યું છે કે જે ખૂબ જ કર્ણપ્રિય લાગે છે.

બહુ ખાધા પકોડી-ચાટ

બહુ ખાધા પકોડી-ચાટ

સોનમને બનારસમાં શૂટિંગ દરમિયાન ત્યાની ચાટ બહુ ગમી. તેમણે અનેક વખત પકોડી તથા ચાટ ખાધાં અને તેઓ જાડા થઈ ગયા હતાં. ત્યાંથી પરથ ફર્યા બાદ સોનમે ફિટનેસ પર ધ્યાન આપ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X