Watch : રહમાને હાઈવે માટે ગાયું ‘માહી વે... ’
મુંબઈ, 16 જાન્યુઆરી : ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત હાઈવે ફિલ્મ માટે સંગીત આપનાર એ આર રહમાને ફિલ્મ માટે માહી વે... ગીત પોતે ગાયું છે. ઇમ્તિયાઝ અલી કહે છે કે તેઓ આશ્ચર્યચકિત છે કે ઑસ્કાર વિજેતા સંગીતકાર રહમાન કઈ રીતે ફિલ્મની લાગણીઓના જતનમાં સફળ નિવડ્યાં.

ઇમ્તિયાઝે જણાવ્યું - માહી વે... મૂળ કામનો ભાગ નહોતું, પણ હું તેના વગર હાઈવે ફિલ્મના આલબમ કે ફિલ્મની કલ્પના નહોતો કરી શકતો. હાઈવેનું પટાખા ગુડ્ડી ગીત રિલીઝ થયાબાદ બીજુ ગીત માહી વે... રિલીઝ થયું છે. વિંડો સીટ ફિલ્મ્સ નિર્મિત હાઈવે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને ઇમ્તિયાઝ અલી છે. ફિલ્મ યૂટીવી મોશન પિક્ચર્સ દ્વારા 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
હાલ તો આપ રહમાનના સ્વરમાં માણો માહી વે... ગીત :
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/xHLnZMjJ8bY" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
