Video: ઋતુ નંદાની શોક સભામાં ગવાયુ રાજ કપૂરનુ ગીત, દરેક જણ થયા ભાવુક
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની બહેન અને શ્વેતા બચ્ચન (અમિતાભ બચ્ચનની દીકરી)ના સાસુ ઋતુ નંદાની 14 જાન્યુઆરીના રોજ નિધન થઈ ગયુ. હાલમાં જ કપૂર પરિવારે ઋતુ નંદાની યાદમાં તેમની શોક સભામાં આયોજન કર્યુ. જેમાં આખો કપૂર પરિવાર અને બચ્ચન પરિવાર શામેલ થયો. અભિનેતા બચ્ચને મંચ પર ઉભા થઈને ઋતુ નંદા માટે અમુક પંક્તિઓ પણ કહી. તે આ દરમિયાન ઘણા ભાવુક દેખાયા.
|
અમિતાભ બચ્ચને અમુક પંક્તિઓ કહી
એક વીડિયોમાં અમિતાભ બચ્ચન પોતાની વેવાણ ઋતુ નંદા માટે કહે છે, એક આદર્શ દીકરી, એક આદર્શ બહેન, એક આદર્શ પત્ની, એક આદર્શ મા, એક આદર્શ વેવાણ અને એક આદર્શ મિત્ર, આપણાથી આજે સદા માટે દૂર જતા રહ્યા. વીડિયોમાં ઋષિ કપૂર, જયા બચ્ચન, રણધીર કપૂર પણ ભાવુક દેખાયા.
|
જીના યહાં, મરના યહાં...ગાવામાં આવ્યુ
શોકસભામાં રાજ કપૂરની યાદગાર ફિલ્મ મેરા નામ જોકરની ગીત - જીના યહાં, મરના યહાં.. પણ ગાવામાં આવ્યુ. ત્યાં હાજર ગાયક જ્યારે આ ગીત ગાઈ રહ્યા હતા તો સભામાં હાજર દરેકની આંખો નરમ થઈ ગઈ. આ બધા માટે ઘણી ભાવુક પળ હતી. કારણકે રાજ કપૂરનુ ગીત તેમની દીકરીની શોકસભામાં ગાવામાં આવી રહ્યુ હતુ. તમને જણાવી દઈએ કે ઋતુ નંદાનુ મોત કેન્સરના કારણે થયુ હતુ. તે 2013થી આ બિમારી સામે લડી રહ્યા હતા.
|
દિલ્લીમાં થયા હતા અંતિમ સંસ્કાર
તેમના અંતિમ સંસ્કાર દિલ્લીમાં કરવામાં આવ્યા હતા જ્યાં ઘણા દિગ્ગજ સ્ટાર્સ પહોંચ્યા હતા. ઋતુ નંદા રણધીર કપૂર, ઋષિ કપૂર, રાજીવ કપૂર અને રીમા જૈની બહેન હતા. શ્વેતા બચ્ચનના લગ્ન તેમના દીકરા નિખિલ નંદા સાથે થયા છે. નિખિલ એક જાણીતી એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે જેનુ નામ એસ્કૉર્ટ્સ લિમિટેડ છે. ઋતુ પોતે એક આન્ત્રેપેન્યોર હતા અને એક લાઈફ ઈન્સ્યોરન્સ બિઝનેસ સાથે જોડાયેલા હતી. તેમના નામે દિવસમાં 17 હજાર પેન્શન પૉલિસી વેચવાનો ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાયેલો છે.

રાજન નંદાનુ નિધન ગયા વર્ષે થયુ હતુ
ગયા વર્ષે ઓગસ્ટમાં શ્વેતા નંદાના સસરા રાજન નંદાનુ નિધન થઈ ગયુ હતુ. એક સમયે એસ્કૉર્ટ્સને ટુ વ્હીલર મેકિંગ કંપનીઓમાં બુલંદીઓ સુધી પહોંચાડવામાં રાજન નંદાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. રાજકપૂરની દીકરી ઋતુ નંદા સાથે રાજન નંદાના લગ્ન 1969માં થયા હતા. હવે આ બંને હસ્તીઓ દુનિયાને અલવિદા કહી ચૂકી છે.
આ પણ વાંચોઃ દીપિકાનો વાયરલ Video જોઈ ભડકી કંગના કહ્યુ - માફી માંગે અભિનેત્રી