For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજામૌલીની RRRએ ઈતિહાસ રચ્યો, આ એવોર્ડ પોતાના નામે કર્યા

ભારત અને વિદેશમાં ધમાલ મચાવનારી એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ ઈતિહાસ રચ્યો છે. દુનિયાભરમાં સારી કમાણી કરનારી આ ફિલ્મ નવા માઈલ સ્ટોન સેટ કરી રહી છે ત્યારે હવે તે એવોર્ડ પણ પોતાના નામે કરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારત અને વિદેશમાં ધમાલ મચાવનારી એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ ઈતિહાસ રચ્યો છે. દુનિયાભરમાં સારી કમાણી કરનારી આ ફિલ્મ નવા માઈલ સ્ટોન સેટ કરી રહી છે ત્યારે હવે તે એવોર્ડ પણ પોતાના નામે કરી રહી છે. જુનિયર NTR અને રામ ચરણ સ્ટારર RRR 2022ની મોટી ફિલ્મોમાંની એક છે અને તેને સફળતાના નવા આયામ લખ્યા છે.

RRR

આ ફિલ્મએ Atlanta Film Critics Circle Awards 2022માં મોટી સફળતા મેળવી છે. આ ફિલ્મએ બેસ્ટ ઈન્ટરનેશનલ પિક્ચર એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામચરણ સાથે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ છે.

એટલાન્ટા ફિલ્મ ક્રિટિક્સ સર્કલે ટ્વિટર પર ફિલ્મ RRRનું પોસ્ટર શેર કર્યું હતું અને માહિતી આપી હતી કે ફિલ્મ RRRને એટલાન્ટા ફિલ્મ ક્રિટિક્સ સર્કલ 2022 એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીએ આ ટ્વિટને શેર કર્યુ છે. તેમણે સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે, ખૂબ ખૂબ આભાર.

ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીને ગયા અઠવાડિયે ફિલ્મ RRR માટે એવોર્ડ મળ્યો હતો. એસએસ રાજામૌલીને ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ ખાતે શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ ફિલ્મ RRRના કલાકારો અને ક્રૂને પણ HCA સ્પોટલાઇટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

English summary
Rajamouli's RRR created history, winning these awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X