For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : જુઓ રજનીની બૉલીવુડ ધમાલ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ડિસેમ્બર : રજનીકાંત દેશના બિગેસ્ટ સુપરસ્ટાર છે. આજે તેઓ 64મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે અને આ ઉંમરે પણ તેઓ આજની યુવાન હીરોઇનો સાથે રોમાંસ કરી રહ્યા છે. તેનો સૌથી તાજો દાખલો છે લિંગા ફિલ્મ કે જે આજે રિલીઝ થઈ રહી છે અને ફિલ્મમાં રજની બૉલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા સાથે રોમાંસ કરતા નજરે પડી રહ્યા છે.

લિંગા ફિલ્મ ત્રણ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે અને બીજી ખાસ બાબત એ છે કે એક જ ફિલ્મમાં ત્રણ જુદા-જુદા ક્ષેત્રના કલાકારો છે. રજનીકાંત તામિળ અભિનેતા છે, તો સોનાક્ષી સિન્હા બૉલીવુડ અભિનેત્રી છે. ફિલ્મમાં ત્રીજી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પણ છે કે જે કે તેલુગુ અભિનેત્રી છે.

હકીકત તો એ છે કે રજનીકાંત નામ પડતા જ ભાષાઓના સીમાડાઓ ખતમ થઈ જાય છે. એટલે જ તો રજનીકાંત આજે માત્ર તામિળ કે સાઉથના નહીં, પણ દેશના સુપર સ્ટાર ગણાય છે. જ્યાં સુધી બૉલીવુડની વાત છે, તો બૉલીવુડ ફિલ્મોમાં પણ રજનીકાંતે પોતાની ખાસ ઇમેજ છોડી છે.

ચાલો રજનીકાંતના જન્મ દિવસે આપને બતાવીએ તેમની 27 મચ વૉચ બૉલીવુડ ફિલ્મો :

અંધા કાનૂન

અંધા કાનૂન

ટી રામારાવ દિગ્દર્શિત ડ્રામા ફિલ્મ અંધા કાનૂન 1983માં રિલીઝ થઈ હતી. ફિલ્મ સફળ રહી હતી. ફિલ્મમાં રજનીકાંત, હેમા માલિની અને રીના રૉય લીડ રોલમાં હતાં, જ્યારે અમિતાભ બચ્ચને પણ ખાસ ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મ 1983ની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની હતી.

જીત હમારી

જીત હમારી

ત્યાગરાજન દિગ્દર્શિત જીત હમારી ફિલ્મમાં રાકેશ રોશન, રજનીકાંત, રણજીત કૌર તથા અનીતા રાજ હતાં. જીત હમારી 1983માં રિલીઝ થયેલી તામિળ ફિલ્મ થાઈ વીડુની રીમેક હતી. તામિળ ફિલ્મમાં રજનીકાંત, અનીતા રાજ અને સિલ્ક સ્મિતા હતાં.

મેરી અદાલત

મેરી અદાલત

એ ટી રઘુ દિગ્દર્શિત મેરી અદાલતમાં રજનીકાંત સાથે ઝીનત અમાન, મોહનીશ બહેલ, સાહની તથા કોમલ માહૂરકર હતાં.

ગંગવા

ગંગવા

રાજશેખર દિગ્દર્શિત ગંગવા 1984માં રિલીઝ થઈ હતી. ગંગવા 1983ની તામિળ ફિલ્મ મલૈયૂર મમ્બાત્તિયાંની રીમેક હતી કેજેમાં રજનીકાંત જ લીડ રોલમાં હતાં.

જ્હૉન જાની જનાર્દન

જ્હૉન જાની જનાર્દન

જ્હૉન જાની જનાર્દનનું દિગ્દર્શન ટી રામારાવે કર્યુ હતં. રજનીકાંત ટ્રિપલ રોલમાં હતાં. આ ફિલ્મ રજનીકાંતની જ તામિળ ફિલ્મ મૂન્દ્રુ મુગામવ્હિચની રીમેક હતી કે જેમાં હીરોઇન રાધિકા હતાં.

મહાગુરુ

મહાગુરુ

એસ એસ રવિચંદ્ર દિગ્દર્શિત મહાગુરુમાં રજનીકાંત સાથે મિનાક્ષી શેષાદ્રિ હતાં. આ ફિલ્મના કાદર ખાન દ્વારા લખાયેલા વિટ્ટી ડાયલૉગ્સ બહુ લોકપ્રિય બન્યા હતાં.

વફાદાર

વફાદાર

દસરી નારાયણ રાવ દિગ્દર્શિત વફાદાર 1985માં રિલીઝ થઈ હતી કે જેમાં રજનીકાંત સાથે પદ્મિની કોલ્હાપુરે અને વિજેતા પંડિત હતાં.

બેવફાઈ

બેવફાઈ

રાજેશ ખન્ના અને રજનીકાંત અભિનીત બેવફાઈ 1985માં આવી હતી. આર ત્યાગરાજન દિગ્દર્શિત બેવફાઈએ 11.95 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

ગિરફ્તાર

ગિરફ્તાર

પ્રયાગ રાજ દિગ્દર્શિત ગિરફ્તાર પણ 1985માં આવી હતી કે જેમાં રજનીકાંત ઉપરાંત અમિતાભ બચ્ચન, કમલ હસન, માધવી અને પૂનમ ઢિલ્લોં મેન રોલમાં હતાં.

ભગવાન દાદા

ભગવાન દાદા

1986માં રિલીઝ થયેલી જે ઓમ પ્રકાશ દિગ્દર્શિત ભગવાન દાદા ફિલ્મ પણ સુપર હિટ હતી કે જેમાં રજનીકાંત, રાકેશ રોશન, શ્રીદેવી તથા ડૅની હતાં. આ ફિલ્મમાં હૃતિક રોશન પણ હતાં કે જ્યારે તેમની ઉંમર 12 વર્ષની હતી.

અસલી નકલી

અસલી નકલી

સુદર્શન નાગ દિગ્દર્શિત અસલી નકલી ફિલ્મમાં રજની સાથે શૉટગન શત્રુઘ્ન સિન્હા, અનીતા રાજ અને રાધિકા લીડ રોલમાં હતાં.

દોસ્તી દુશ્મની

દોસ્તી દુશ્મની

ટી રામારાવ દિગ્દર્શિત દોસ્તી દુશ્મનીમાં રજનીકાંતે ઋષિ કપૂર, પૂનમ ઢિલ્લોં, પ્રાણ, શક્તિ કપૂર તથા અમરીશ પુરી સાથે સ્ક્રીન શૅર કરી હતી. દોસ્તી દુશ્મની તેલુગુ ફિલ્મ મુગ્ગુરૂ મિત્રુલુની રીમેક હતી.

ઇંસાફ કૌન કરેગા

ઇંસાફ કૌન કરેગા

સુદર્શન નાગ દિગ્દર્શિત અને કે સી બોકાડિયા લિખિત ઇંસાફ કૌન કરેગામાં ધર્મેન્દ્ર, રજનીકાંત, જયાપ્રદા તથા માધવી લીડ રોલમાં હતાં.

ડાકૂ હસીના

ડાકૂ હસીના

1987માં આવેલી ડાકૂ હસીનામાં રજની સાથે જૅકી શ્રૉફ, ઝીનત અમાન તથા રાકેશ રોશન લીડ રોલમાં હતાં.

ઉત્તર દક્ષિણ

ઉત્તર દક્ષિણ

ઉત્તર દક્ષિણ 1987માં રિલીઝ થઈ હતી. પ્રભાત ખન્ના દિગ્દર્શિત આ ફિલ્મમાં રજનીકાંત, ભારતી, માધુરી દીક્ષિત, જૅકી શ્રૉફ તથા અનુપમ ખેરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તમાચા

તમાચા

રમેશ આહુજા દિગ્દર્શિત 1988માં રિલીઝ થયેલી તમાચામાં રજનીકાંતે જિતેન્દ્ર, અનુપમ ખેર, અમૃતા સિંહ તથા ભાનુપ્રિયા સાથે સ્ક્રીન શૅર કરી હતી.

ગૈર કાનૂની

ગૈર કાનૂની

1989માં રિલીઝ થયેલી ગૈર કાનૂનીમાં ગોવિંદા તથા શ્રીદેવી લીડ રોલમાં હતાં. રજનીકાંત સપોર્ટિંગ રોલમાં હતાં.

ચાલબાઝ

ચાલબાઝ

પંકજ પારાશર દિગ્દર્શિત ચાલબાઝ (1989)માં શ્રીદેવીએ ડબલ રોલ કર્યા હતાં. ફિલ્મમાં સન્ની દેઓલ, રજનીકાંત, અનુપમ ખેર, શક્તિ કપૂર, રોહિણ હટંગડી, અન્નુ કપૂર પણ હતાં. આ ફિલ્મે પણ શાનદાર સફળતા મેળવી હતી.

હમ

હમ

મુકુલ એસ આનંદ દિગ્દર્શિત હમ 1991માં રિલીઝ થઈ હતી. લીડ રોલમાં અમિતાભ બચ્ચન હતાં, તો રજનીકાંત, ગોવિંદા, કિમી કાટકર, શિલ્પા શિરોડકર, દીપા સાહી, ડૅની, અનુપમ ખેર અને કાદર ખાન પણ મહત્વની ભૂમિકાઓમાં હતાં.

ફરિશ્તે

ફરિશ્તે

ફરિશ્તે પણ જાણીતી બૉલીવુડ ફિલ્મ છે કે જેમાં રજનીકાંતે ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, રજનીકાંત તથા શ્રીદેવી સાથે સ્ક્રીન શૅર કરી હતી.

ખૂન કા કર્ઝ

ખૂન કા કર્ઝ

મુકુલ એસ આનંદ દિગ્દર્શિત ખૂન કા કર્ઝ 1991માં રિલીઝ થઈ હતી. તેમાં રજનીકાંત, વિનોદ ખન્ના, સંજય દત્ત, ડિમ્પલ કાપડિયા, કિમી કાટકર, સંગીતા બિજલાણી તથા કાદર ખાન લીડ રોલમાં હતાં.

ફૂલ બને અંગારે

ફૂલ બને અંગારે

કે સી બોકાડિયા દિગ્દર્શિત ફૂલ બને અંગેરા (1991)માં રજનીકાંત અને રેખા લીડ રોલમાં હતાં. રજનીકાંત ઇંસ્પેક્ટર તરીકે સ્પેશિયલ ઍપીરિયંસમાં હતાં. આ ફિલ્મ હિટ રહી હતી.

ત્યાગી

ત્યાગી

કે સી બોકાડિયા નિર્મિત-દિગ્દર્શિત ત્યાગી ફિલ્મમાં રજનીકાંત લીડ રોલમાં હતાં. ફિલ્મમાં જયાપ્રદા, પ્રેમ ચોપરા, ગુલશન ગ્રોવર તથા શક્તિ કપૂર હતાં. ત્યાગી 1991માં આવેલી તામિળ ફિલ્મ ધર્મ દૂરૈની રીમેક હતી. તામિળમાં પણ રજનીકાંત અને ગૌતમી તડીમલ્લા લીડ રોલમાં હતાં. ધર્મ દૂરૈ પણ કન્નડ ફિલ્મ દેવાની રીમેક હતી.

ઇંસાનિયત કે દેવતા

ઇંસાનિયત કે દેવતા

કે સી બોકાડિયા દિગ્દર્શિત ઇંસાનિયત કે દેવતા 1993માં રિલીઝ થઈ હતી કે જેમાં રાજ કુમાર, રજનીકાંત, વિનોદ ખન્ના, જયાપ્રદા તથા મનીષા કોઈરાલા લીડ રોલમાં હતાં.

આતંક હી આતંક

આતંક હી આતંક

આતંક હી આતંક (1985) ધ ગૉડફાધર ફિલ્મથી પ્રેરિત હતી. ફિલ્મમાં રજનીકાંત, આમિર ખાન, જુહી ચાવલા અને પૂજા બેદી હતાં.

બુલંદી

બુલંદી

તામિળ ફિલ્મ નટ્ટમઈની રીમેક બુલંદીમાં રજનીકાંતે અનિલ કપૂરના પિતાનો રોલ કર્યો હતો.

રાવન

રાવન

રાવન 2011માં રિલીઝ થઈ હતી. અનુભવ સિન્હા દિગ્દર્શિત રાવનમાં શાહરુખ ખાન, અર્જુન રામપાલ, કરીના કપૂર, અરમાન વર્મા, શહાના ગોસ્વામી તથા ટૉમ વુ લીડ રોલમાં હતાં. રજનીકાંતે ગેસ્ટ ઍપીરિયંસ આપ્યુ હતું.

English summary
Rajinikanth is celebrating his 64th birthday on 12th Decemeber. Let us celebrate it by checking out 27 must watch Bollywood movies of the superstar...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X