Pics : હવે ‘ભગવાન’ પણ જોશે ભાગ મિલ્ખા ભાગ
મુંબઈ, 18 જુલાઈ : ગત 12મી જુલાઈના રોજ રિલીઝ થયેલી ભાગ મિલ્ખા ભાગે સૌનું ધ્યાન ખેંચ્યું છે, તો આ ફિલ્મ પ્રત્યે સુપરસ્ટાર્સમાં પણ ખળભળાટ મચ્યો છે. તામિળ સિનેમાના ભગવાન કહેવાતા અભિનેતા રજનીકાંતનું પણ ધ્યાન ફિલ્મના ટ્રેલર તેમજ રિવ્યૂ ઉપરગયું છે કે જેથી તેઓ આ ફિલ્મ જોવા ઉત્સુક છે. બીજી સુપરસ્ટાર ચિરંજીવી પણ આ ફિલ્મ જોવા આતુર છે.
રજનીકાંત તેમજ ચિરંજીવી બંનેએ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં સુંદર અભિનય બદલ ફરહાન અખ્તરને ફોન કરી અભિનંદન પાઠવ્યાં છે. કહે છે કે રજનીકાંત તથા ચિરંજીવી બંને માટે જ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવશે. શક્ય છે કે સ્પેશિયલ સ્ક્રીનિંગ આ જ વીકેન્ડે થાય. જોકે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ એક વાર થઈચુક્યું છે, પરંતુ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરા રજનીકાંત અને ચિરંજીવી માટે વધુ એક વાર સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજી શકે છે.
નોંધનીય છે કે શુક્રવારે રિલીઝ થયેલી ભાગ મિલ્ખા ભાગ ફિલ્મે માત્ર ભારત જ નહિં, પણ વિદેશોમાં પણ ધડાકાભેર ઓપનિંગ કરી છે અને ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. સોનમ કપૂર પણ ફિલ્મમાં છે. આ ફિલ્મે અમેરિકામાં 6 દિવસમાં જ 6 લાખ 47 હજાર ડૉલરની કમાણી કરી છે કે જે હિન્દી સિનેમા માટે મોટી બાબત છે.

રજની-ચિરંજીવી જોશે
રજનીકાંત અને ચિરંજીવી બંને માટે ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે.

ફરહાનના વખાણ
ભાગ મિલ્ખા ભાગમાં શાનદાર અભિનય કરવા બદલ ફરહાન અખ્તરના ચારેબાજુથી વખાણ થઈ રહ્યાં છે. ફિલ્મમાં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવવા માટે ફરહાને સખત મહેનત કરી છે.

મિલ્ખા પણ ફિદા
ફરહાનની એક્ટિંગ ઉપર મિલ્ખા સિંહ પણ ફિદા છે. તેઓ કહે છે કે ફરહાને તેમને પોતાની યુવાનીની યાદ અપાવી દીધી.

નેશનલ ઍવૉર્ડની ચાહત
ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે ફિલ્મ અને ફરહાન અખ્તર બંનેને નેશનલ ઍવૉર્ડ મળવો જોઇએ.

વિદેશોમાં પણ જલવો
અમેરિકામાં પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે અને તેથી કહે છે કે ભારતમાં આ ફિલ્મ સરળતાથી સો કરોડની કમાણી કરી લેશે.












Click it and Unblock the Notifications
