For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sad News: 'રામ તેરી ગંગા મેલી' ફેમ રાજીવ કપૂરનુ હ્રદયરોગનો હુમલો આવવાથી નિધન

શોમેન રાજકપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરુ આજે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

Rajiv Kapoor passed away on Tuesday: બૉલિવુડમાંથી ફરીથી એકવાર દુઃખદ સમાચાર છે. શોમેન રાજકપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરુ આજે નિધન થઈ ગયુ છે. 58 વર્ષના રાજીવ કપૂરને મંગળવારે સવારે હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા. રાજીવના મોટા ભાઈ અને અભિનેતા રણધીર કપૂરે તેમના નિધનની પુષ્ટિ કરીને કહ્યુ કે આજે મે મારા સૌથી નાના ભાઈને ગુમાવી દીધો. ડૉક્ટરોએ પૂરી કોશિશ કરી પરંતુ તેને બચાવી શક્યા નહિ. તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરના લોકો 'રામ તેરી ગંગા મેલી'ના હીરો તરીકે ઓળખતા હતા.

rajiv kapoor

રાજીવ કપૂરના નિધનની પુષ્ટિ તેમની ભાભી અને ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે પણ કરી છે. તેમણે રાજીવ કપૂરનો ફોટો શેર કરીને RIP લખ્યુ છે. તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરે વર્ષ 1983માં ફિલ્મ 'એક જાન હે હમ'થી બૉલિવુડમાં પગ મૂક્યો હતો પરંતુ તેમને ઓળખ મળી વર્ષ 1985માં આવેલી તેમની હોમ પ્રોડક્શનની ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી'થી. ફિલ્મ તો મોટી હિટ હતી પરંતુ આ ફિલ્મ બાદ રાજીવને હીરો તરીકે સફળતા મળી નહિ અને ત્યારબાદ તે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળ્યા.

Rajiv Kapoor

ત્યારબાદ તેમણે પ્રોડક્શનમાં પગરણ માંડ્યા અને તેમણે ફિલ્મ 'પ્રેમગ્રંથ'નુ નિર્માણ કર્યુ જેમાં ઋષિ કપૂર અને માધુરી દીક્ષિતે લીડ રોલ પ્લે કર્યો હતો. તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરના નિધનથી કપૂર પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. એક વર્ષની અંદર જ કપૂર ફેમિલીમાં આ બીજુ મોત છે. 30 એપ્રિલ, 2020એ ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી હતી, તેઓ કેન્સરથી પીડિત હતા.

રાજ્યસભામાં વિદાય ભાષણ વખતે ભાવુક થયા ગુલામ નબી આઝાદ, કહ્યુ - હિંદુસ્તાની મુસલમાન હોવા પર ગર્વરાજ્યસભામાં વિદાય ભાષણ વખતે ભાવુક થયા ગુલામ નબી આઝાદ, કહ્યુ - હિંદુસ્તાની મુસલમાન હોવા પર ગર્વ

English summary
Rajiv Kapoor passed away on Tuesday, February 9 at the age of 58 due to heart attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X