Raju Srivastav Health Update: રાજૂ શ્રીવાસ્તવને આવ્યો તાવ, હજુ પણ બેભાન, હાલત નાજુક
રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને જે નવી અપડેટ સામે આવી રહી છે તે મુજબ રાજૂ શ્રીવાસ્તવને ફરી એકવાર તાવ આવ્યો છે. જાણો ડૉક્ટરોએ શું કહ્યુ.
મુંબઈઃ પ્રખ્યાત કૉમેડિયન અને અભિનેતા રાજૂ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્લીની એઈમ્સમાં સારવાર હેઠળ છે. તે વેન્ટિલેટર સપોર્ટ પર છે અને છેલ્લા એક મહિનાથી બેભાન છે. હાલમાં તેમના સ્વાસ્થ્યને લઈને જે નવી અપડેટ સામે આવી રહી છે તે મુજબ રાજૂ શ્રીવાસ્તવને ફરી એકવાર તાવ આવ્યો છે. તે હજુ પણ વેન્ટિલેટર પર છે પરંતુ બેભાન છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત નાજુક છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દિલ્લીમાં એઈમ્સના ડૉક્ટરોએ રાજૂ શ્રીવાસ્તવના ભાનમાં ન આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી. ડૉકટરોના મતે રાજૂ હજુ સુધી ભાનમાં ન આવવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

રાજૂ શ્રીવાસ્તવને ફરીથી આવ્યો તાવ
જણાવવામાં આવી રહ્યુ છે કે રાજૂ શ્રીવાસ્તવની હાલત હજુ સુધી ચિંતાજનક છે. છેલ્લા ઘણા દિવસોથી દિલ્લીની એઈમ્સમાં દાખલ કરાયેલા રાજૂ હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે અને તે ભાનમાં નથી આવ્યા. હવે સમાચાર એ છે કે રાજૂને ફરી એકવાર તાવ આવ્યો છે અને તે હજુ સુધી ભાનમાં આવ્યા નથી. મળતી માહિતી મુજબ આ પહેલા પણ રાજૂને એક વખત તાવ આવી ચુક્યો છે. ત્યારબાદ ડૉક્ટરોએ જણાવ્યુ કે તેમને ઈન્ફેક્શનના કારણે આ તાવ આવ્યો છે. જો કે, ધીરે ધીરે તેમનુ બીપી અને ઑક્સિજન લેવલ સુધરી રહ્યુ છે.

રાજૂનુ મગજ રિસ્પૉન્સ નથી કરી રહ્યુ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડૉક્ટરો ચિંતિત છે કે રાજૂ ઘણા સમયથી બેભાન છે અને તેમના મગજમાં કોઈ હલચલ નથી. ડૉક્ટરોના મતે યોગ્ય સારવાર માટે રાજૂના મગજનો રિસ્પોન્સ આપવો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં રાજૂ જલદી ભાનમાં આવે તે જરૂરી છે. ડૉક્ટરોએ કહ્યુ- રાજૂ હજુ પણ વેન્ટિલેટર પર છે અને તેમને કોવિડ અથવા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવા માટે સતત પાઈપ બદલવામાં આવી રહી છે. ડૉ.પદ્મ શ્રીવાસ્તવ રાજૂની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ દિલ્લી એઈમ્સમાં ન્યૂરોલૉજી વિભાગના એચઓડી છે.

રાજૂ વિશે શું કહ્યુ ડૉક્ટરોએ
અગાઉ રાજૂની સારવાર કરી રહેલા ડૉ. પદ્મ શ્રીવાસ્તવે જણાવ્યુ હતુ કે રાજૂની કિડની, હાર્ટ, લિવર, બ્લડ પ્રેશર અને ઑક્સિજનનુ સ્તર એકદમ ઠીક છે પરંતુ જ્યાં સુધી તેમના મગજમાં હલચલ નહિ થાય ત્યાં સુધી સ્થિતિ ચિંતાજનક રહેશે. એવામાં કઈ કહી શકાય નહિ. યોગ્ય સારવાર માટે મગજનુ કામ કરવુ જરૂરી છે.

પત્નીએ ફેન્સને પ્રાર્થના કરવા માટે કહ્યુ
હાલમાં જ રાજૂ શ્રીવાસ્તવની પત્ની શિખાએ બૉમ્બે ટાઈમ્સને કહ્યુ- હું એટલુ જ કહી શકુ છુ કે તેમની હાલત સ્થિર છે અને તેઓ હજુ વેન્ટિલેટર પર છે. તબીબી ટીમ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને અમે બધા તમારી પ્રાર્થના ઈચ્છીએ છીએ એટલા માટે કે તે સ્વસ્થ થઈ જાય અને અમારી સાથે પાછા આવે.

રાજૂના દોસ્ત મંદિરમાં કરી રહ્યા છે પ્રાર્થના
રાજૂના મુખ્ય સલાહકાર અજીત સક્સેના અને રાજૂના નજીકના મિત્રોએ કાનપુરના પનકી મંદિરમાં જઈને ભગવાન હનુમાનના દર્શન કર્યા અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવના ફેન્સ પણ ટ્વિટર પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
