Raju Srivastava Profile: મુંબઈમાં ચલાવી ઑટો, 50 રૂપિયામાં કરી કૉમેડી, જાણો કેવી રીતે કૉમેડી કિંગ બન્યા રાજૂ
દાયકાઓ સુધી લોકોને હસાવનાર રાજુ શ્રીવાસ્તવે બુધવારે બધાને રડાવીને દુનિયા છોડી દીધી.
નવી દિલ્લીઃ દાયકાઓ સુધી લોકોને હસાવનાર રાજુ શ્રીવાસ્તવે બુધવારે બધાને રડાવીને દુનિયા છોડી દીધી. 10 ઓગસ્ટના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારથી તેમની સારવાર દિલ્હીની AIIMSમાં ચાલી રહી હતી. બુધવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. સમગ્ર દેશમાં શોકની લહેર છે. રાજુ શ્રીવાસ્તવ એક સામાન્ય પરિવારમાંથી હતા જેના કારણે તેમને આ સ્થાન સુધી પહોંચવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો.

અસલી નામ શું હતુ?
જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે રાજુ શ્રીવાસ્તવનુ સાચુ નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે. તેમનો જન્મ 1963માં ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં થયો હતો. તેમના પિતા રમેશ શ્રીવાસ્તવ કવિ હતા, જે નાના ગામડાના કાર્યક્રમોમાં મિમિક્રી કરતા હતા. એવું કહેવાય છે કે રાજુને આ પ્રતિભા તેના પિતા પાસેથી મળી હતી. જ્યારે રાજૂ મોટા થયા ત્યારે તેમણે કૉમેડીની દુનિયામાં કરિયર બનાવવાનુ વિચાર્યુ અને મુંબઈ આવી ગયા.

ઑટો ચલાવીને કર્યો ગુજારો
રાજુ શ્રીવાસ્તવ માટે કૉમેડીની દુનિયામાં પ્રવેશવુ સરળ નહોતુ. જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જે પૈસા ઘરેથી આવતા હતા તે તેમના ખર્ચને ઉઠાવી શકવા માટે પૂરતા નહોતા. તેથી તેમણે ઑટો ચલાવવાનુ શરૂ કર્યુ. કહેવાય છે કે ઑટો ચલાવતી વખતે તેમને પહેલી બ્રેક મળી હતી. શરૂઆતમાં તેમણે માત્ર 50 રૂપિયામાં કૉમેડી કરી હતી. જોકે, પાછળથી તે કરોડપતિ બની ગયા. એક રિપોર્ટ અનુસાર તેમની પાસે 20 કરોડથી વધુની સંપત્તિ છે.

આ હતી પહેલી ફિલ્મ
રાજુની કારકિર્દીમાં વળાંક 1988માં આવ્યો જ્યાં તેમને અનિલ કપૂરની તેઝાબમાં નાનો રોલ મળ્યો. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ તમામમાં તેમનો રોલ નાનો હતો. તેમણે શક્તિમાન અને અદાલત જેવા પ્રખ્યાત ટીવી શોમાં પણ કામ કર્યુ હતુ. વર્ષ 2005 તેમના માટે ખૂબ જ ખાસ હતુ જ્યાં તેમણે ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો હતો. આ પછી તે ગજોધર ભૈયા નામથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને તેમને ધડાધડ નવા પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા.

દાઉદે આપી ધમકી
2010માં રાજુ શ્રીવાસ્તવે પાકિસ્તાનમાં છુપાયેલા દાઉદ ઈબ્રાહિમ વિશે એક મજાક કરી હતી જેના પછી તેમને પાકિસ્તાનમાંથી ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. સાથે જ તેને ડી કંપનીના લોકોની મજાક ન ઉડાડવાની સૂચના પણ આપી હતી. ફોન કરનારાઓએ કહ્યુ હતુ કે જો તેણે ફરીથી આવુ કર્યુ તો તેને અને તેના પરિવારને પરિણામ ભોગવવા પડશે. જેનો રાજુએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જો કોઈ ગુનેગારનુ એન્કાઉન્ટર થશે તો અમે મોજ કરીશુ. અમે કાનપુરિયા છીએ, અમારા પોતાના દમ પર બનેલા છીએ, અમે ડરનારા અને વિચલિત થનારા નથી.

વિવાદોમાં પણ રહ્યા
રાજુ શ્રીવાસ્તવ નેતાઓની ઘણી મિમિક્રી કરતા હતા. તેઓ જે પણ પાર્ટીના નેતાની મજાક ઉડાવતા હતા તેમના કાર્યકરો તેમનાથી નારાજ થઈ જતા હતા. એકવાર તેમણે 'મચ્છર ચાલીસા' બનાવી હતી. જે બાદ હિન્દુવાદી સંગઠનો તેમના પર ગુસ્સે થયા અને તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો. જોકે, બાદમાં રાજુ શ્રીવાસ્તવ ભાજપમાં જોડાયા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
